GCAને હવે આખરે અકાલ આવી, ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T-20 મેચ દર્શકો વિના રમાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-03-2021

સમગ્ર ગુજરાતમાં કોરોના માતેલા સાંઢની જેમ આગળ વધી રહ્યો છે. તેમાં પણ છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં દરરોજે 700થી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. પોલીસ તથા સત્તાવાળાઓએ ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના મુદ્દે સામાન્ય પ્રજા માથે પસ્તાળ પાડી છે. પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગની કાર્યવાહીનું કડકપણું ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનું (GCA) નામ પડતાં જ ગાયબ થઈ જાય છે. જેને પગલે લોકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો હતો જેનો અહેવાલ દિવ્યક્રાંતિમાં પણ પ્રસિદ્ધ કરાયો હતો, . આ રોષને લઈ આજે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20 દર્શકો વિના જ રમાડવાનો નિર્ણય લીધો છે. જો કે કેટલી ટિકિટ વેચાશે તેની પણ કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી એ રીતે જ દર્શકો વિના મેચો રમાશે તેની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પહેલા 14 માર્ચે જીસીએએ પૈસા કમાવાની લાલચમાં પ્રજાના સ્વાસ્થ્યના ભોગે હજારો દર્શકોની ભીડ કરી હતી. પરંતુ હવે જીસીએને અકલ આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો