(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-03-2021
ટિકટોક(TikTok) બાદ શોર્ટ વિડિયો એપ્લિકેશન્સમાં રેસ લાગી છે. તેમા ભલે ફેસબુક હોય કે યુ ટ્યુબ, દરેક પ્લેટફોર્મ શોર્ટ વિડિયો એપ્લિકેશન અથવા ફીચર લઈને આવી રહ્યુ છે. હવે વારો છે નેટફ્લિક્સ(Netflix)નો. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે એક વર્ટિકલ વીડિયો ફીચર લોન્ચ ક્યું છે. જેને Fast Laugh નામ આપવામાં આવ્યું છે. આ ફીચર ટિકટોક જેવુ જ છે, પરંતુ તે તેનાથી થોડુ અલગ પણ છે. કોન્સેપ્ટ એક જ છે.
Netflix વપરાશકર્તાઓ હવે અહીં ટૂંકા રમૂજી વિડિયો અહીં જોઈ શકશે. સતત જોવા માટે તમારે ટિકટોકની જેમ સ્વાઇપ કરવું પડશે અને શોર્ટ વિડિયો તમારા મોબાઇલ પર ચાલતા રહેશે. કેમ કે Netflix પાસે વિડિયો કેન્ટેટની વિશાળ લાઇબ્રેરી ઉપલબ્ધ છે, જેથી વિડિયો પણ ત્યાંથી જ આવશે.
Fast Laughને કંપની હાલમાં ફની વીડિયો પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. જ્યાં Netflixના કોમેડી આધારિત સિરીઝ અને શોની ક્લિપ્સનો ઉપયોગ કરવામાં આવશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે, અહીં ફક્ત Netflix ઓરિજનલના જ કન્ટેટ જોવા નહીં મળે, પરંતુ પુરી લાઈબ્રેરીથી વિડિયો ક્લિપ્સ બતાવી શકાય છે. Fast Laughના એક ખાસ ફીચરની વાત કરીએ તો, અહીંથી એકબીજા સાથે શોર્ટ ક્લિપ્સ પણ શેર કરી શકો છો. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને ટ્વિટર પર પણ ક્લિપ્સ શેર કરી શકો છો.
Netflixના આ Fast Laugh ફીચરમાં પેરેંટ કંટ્રોલ પણ આપવામાં આવશે. અહીંથી પેરંટ્સ તે નક્કી કરવામાં સક્ષમ હશે કે નાના બાળકને એડલ્ટ કન્ટેટનું એક્સેક ન હો. હાલમાં આ સુવિધા ફક્ત કેટલાક દેશોમાં જ રજૂ કરવામાં આવી રહી છે. ભારતમાં આ ફીચર ક્યારે આવશે તે સ્પષ્ટ નથી, પરંતુ ભારતમાં નેટફ્લિક્સ અને શોર્ટ વિડિયો માટે એક વિશાળ બજાર છે, તેથી કંપની તેને ભારતમાં પણ લોન્ચ કરી શકે છે. Netflix કહ્યું છે કે હાલમાં આ ફીચર ફક્ત પસંદગીના દેશોના આઇફોન વપરાશકર્તાઓ માટે જ છે. પરંતુ કંપની એન્ડ્રોઇડ માટે પણ પરીક્ષણ કરી રહી છે. તેથી એન્ડ્રોઈડ વપરાશકર્તાઓને પણ આ ફીચર આપવામાં આવશે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો