ગ્રાન્ટેડ શિક્ષકો હાજર નહિ થાય તો 2 લાખનો દંડ થઇ શકે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-03-2021

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક ચાલુ નોકરીવાળા શિક્ષકો (Gujarat Granted Teacher) પાસેથી સોગંદનામું કર્યાની સર્ટિફિકેટ આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. શિક્ષકો ભરતી થાય પછી પસંદગીના સ્થળે શિક્ષકો હાજર થતા નઓથી. તેના કારણે પ્રથમ વખત કમિશનર ઓફ સ્કૂલે હાજર નહીં થતાં શિક્ષકોને બે લાખનો દંડ કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે જ શિક્ષકોએ આ સોંગદનામું આપવાનું છે.

શિક્ષકોને શાળા પસંદ કરવાની પણ છૂટ આપવામાં આવે છે. શિક્ષકને શાળા ફાળવવામાં આવે ત્યારબાદ શિક્ષકો હાજર થતા નથી. તેના કારણે વિદ્યાર્થી અને સ્કૂલને શિક્ષક મળતા નથી અને અભ્યાસ રઝળી પડે છે. આ સ્થિતિ નિવારવા કમિશનરે રૂ. 3000ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવાનું ફરજિયાત કર્યું છે. જેમાં એવી બાંહેધરી માગવામાં આવી છે કે ફાળવવામાં આવનાર કોઈપણ શિક્ષક હાજર થશે.

કોઈપણ શાળામાં શિક્ષક હાજર નહીં થાય તો બાળકોના શૈક્ષણિક કાર્ય સુધારણાના હેતુથી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયાના સુચારું કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા તેમજ બેરોજગાર ઉમેદવારોને રોજગારીની તકથી વંચિત રાખી સરકારના શિક્ષિત નાગરિકોને રોજગારી પૂરી પાડવાના લક્ષમાં અવરોધ ઉભો કરવા બદલ માસિક પગારમાંથી પાંચ હજાર 40 મહિના માટે એમ કુલ બે લાખ ડીઈઓ દ્વારા કપાત કરી સરકારમાં જમા કરાવવા ખાતરી આપીએ છીએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો