આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોમાં દેખાઈ રહ્યો છે ઉત્સાહ, 12 વાગ્યા સુધીમાં જામનગર આગળ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-02-2021

28 જિલ્લામાં યોજાઈ રહેલી પંચાયતની ચૂંટણીમાં કુલ 18% મતદાન થયું છે જેમાં સૌથી વધારે જામનગર જિલ્લા પંચાયતે 28% મતદાન સાથે સૌથી આગળ છે. આ પછી તાપીમાં 26% મતદાન થયું છે, જ્યારે અમદાવાદ અને વડોદરામાં 22-22% મતદાન થયું છે.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 પૂર્વે આજે સૌથી મહત્વની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બીજો તબકકો છે. જેમાં રવિવારે સવારે 7 વાગ્યાતી સાંજના 6 વાગ્યા સુધી 81-નગરપાલિકા, 231- તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કુલ 3 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મૂડનો પરચો આપશે અને 22,220થી વધુ ઉમેદવારોના ભાવીની સાથે સાથે દરેક પક્ષનું ભાવી પણ નક્કી કરશે. રાજ્ય ચૂંટણી પંચે મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે માટે અર્ધસશસ્ત્રદળ સહિત એક લાખ જેટલા સલામતી રક્ષકો તેમજ ત્રણ લાખ જેટલા સરકારી કર્મચારીઓને ચૂંટણી કામગીરીમાં તહેનાત કર્યા છે.

રાજ્યમાં બે દિવસ અગાઉ મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ જેમાં ભાજપને પોતાની શાખ યથાવત રાખવામાં સફળતા મળી છે. જ્યારે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સુરતમાં તો કોંગ્રેસ પોતાનું ખાતું પણ નથી ખોલાવી શકી. આવામાં આપ એક નવા પક્ષ તરીકે ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અને પંચાયતની ચૂંટણીમાં શું થાય છે તેના પર સૌની નજર છે.

આ ચૂંટણીઓ રાજ્યના રાજકરણ પર ખૂબ મોટી અસર પાડી શકે છે. જેનાથી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા જ જનતાનો મૂડ પરખાઈ જશે. મહત્વનું છેકે ગત સપ્તહામાં રાજ્યમાં અમદાવાદ સહિત 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં શહેરી મતદારો બપોર સુધી મતદાન માટે નિરસ રહ્યા હતા. પરંતુ ગ્રામ્ અને અર્ધશહેરી મતવિસ્તારના મતદારો પ્રમાણમાં વધારે જાગૃત અને પરિપક્વ હોવાનું માનવામાં આવતું હોવાથી આ ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી રહેશે. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સ્પર્ધામાં તાલુકા તથા નગરપાલિકા વિસ્તારોમાં આમઆદમી પાર્ટીના 2 હજારથી પણ વધુ ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે પરિણામ શું આવે છે તે જોવું રહ્યું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો