Telegram માં આવ્યા બે નવા ફીચર્સ : ફટાફટ કરી લો અપડેટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-02-2021

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામમાં (Telegram )ઘણી વિશેષ સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જે યૂઝર્સ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સુવિધાઓ ખૂબ જરૂરી હતી. જો તમે ચેટ એપ્લિકેશન ટેલિગ્રામનો ઉપયોગ કરી રહ્યાં છો, તો પછી તેને અપડેટ કરો, તે પછી તમે ટેલિગ્રામ પર Auto Delete, Home Screen Widgets અને Expiring Invite Links ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકશો.

Whatsapp Privacy Policy 2021ના ​​વિવાદ પછી, લાખો લોકોએ વિશ્વભરમાં બહિષ્કાર કર્યો હતો ટેલિગ્રામને તેનો સીધો ફાયદો મળ્યો, જેના કારણે જાન્યુઆરીમાં સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લિકેશન્સની યાદીમાં ટેલિગ્રામ પ્રથમ નંબર પર હતુ.

કઇ કઇ સુવિધાઓ મળશે

સમય જતાં, ટેલિગ્રામે તેના પ્લેટફોર્મ પર લોકપ્રિય ચેટ એપ્લિકેશંસની ઘણી વિશેષ સુવિધાઓ ઉમેરી અને આને કારણે, ટેલિગ્રામની લોકપ્રિયતા નોંધપાત્ર રીતે વધી.

હવે ટેલિગ્રામમાં કેટલીક વધુ નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જેમાંથી ઓટો ડિલીટ ખૂબ ખાસ છે. આ સુવિધા દ્વારા તમે ઓટો ડિલીટ ટાઇમર સેટ કરી શકો છો.

તમે Secret Messages વિકલ્પ પર જઈને આને સક્ષમ કરી શકો છો. આ સાથે, ટેલિગ્રામમાં Home screen widgets પણ ઉમેરવામાં આવ્યા છે, આની મદદથી યૂઝર્સ તેમના ચેટ બોક્સને ઝડપથી એક્સેસ કરી શકે છે. આની સાથે, એક્સ્પાયરિંગ ઇનવાઈટ લિંક્સ સુવિધા પણ આપવામાં આવી છે, જેની મદદથી યૂઝર્સ લિન્કને ઇનએક્ટિવેટ કરી શકે છે.

આગામી સમયમાં, ટેલિગ્રામ વધુ વિશેષ સુવિધાઓ ઉમેરશે તેવી સંભાવના છે, જેથી યૂઝર્સને વધુ લાભ મળી શકે. સિગ્નલે પણ તેના પ્લેટફોર્મ પર, યૂઝર્સ માટે ઘણી નવી સુવિધાઓ ઉમેરી હતી, જેને લોકો ખૂબ પસંદ કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો