મોદી સરકાર 4% મોંઘવારી-ભથ્થાં વધારવાની કરશે જાહેરાત: કેન્દ્રના 50 લાખ કર્મી અને 61 લાખ પેન્શનર્સ માટે ખુશખબર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-02-2021

હોળી પહેલાં દેશના સરકારી કર્મચારીઓને મોટી ખુશખબરી મળવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મોદી સરકાર મોંઘવારી ભથ્થાને 4 ટકા વધારી  શકે છે. તેનાથી કેંદ્ર સરકારના કર્મચારીઓ ને પગારમાં ખૂબ વધારો થઇ જશે. તેનાથી કેંદ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેંશનભોગીઓ ને ફાયદો થશે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઓલ ઇન્ડીયા કંઝ્યૂમર પ્રાઇસ ઇંડેક્સની ઘોષણા અને સંસદમાં કેંદ્રીય બજેટ 2021 રજૂ થયા બાદ મોંઘવારી ભથ્થામાં 4 ટકા સુધી વધારાના અણસાર વધી ગયા છે. સૂત્રોના અનુસાર સરકાર મોંઘવારી રાહત ભથ્થાને 4 ટકા વધારી શકે છે. સાથે જ બીજા બાકી ભથ્થાની પણ ચૂકવણી કરી શકે છે.

ડીએ વધારા પર સરકારની જાહેરાત 7મા પગાર પંચની ભલામણ પર આધારિત હશે.

વર્તમાનમાં કેંદ્રીય કર્મચારીને 17 ટકાની ડીએ મળે છે. એટલા ડીએની 4 ટકાની અને વૃદ્ધિ, કુલ ડીએમાં વધારો થશે. કેન્દ્રની ફોર્મ્યુલા પર ચાલી શકે છે રાજ્ય

રિપોર્ટ અનુસાર કેંદ્ર સરકારના કર્મચારીઓ અને પેંશનભોગીઓને ડીએ અને ડીઆરના આ હપ્તાને ફ્રીજ કરવાથી આ નાણાકીય વર્ષમાં સંયુક્ત બચત 37,530 કરોડ રૂપિયા થશે. તે પહેલાં વર્ષમાં પણ આ બચત થઇ રહી છે. તમને જણાવી દઇએ કે રાજ્ય સરકારો સામાન્ય રીતે ડીએ-ડીઆર પર કેંદ્રના આદેશનું પાલન કરી શકે છે. અનુમાન છે રાજ્ય સરકાર પણ કેંદ્રના આ ફોર્મૂલાને અપનાવતાં કર્મચારીઓ અને પેંશનરોના ડીએ-ડીઆરને સસ્પેંડ કરી 82,566 બચત કરી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો