રાજયસભા માટે ઉમેદવારીની ડેડલાઇન નજીક : હજુ રાજકીય પક્ષો શાંત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-02-2021

ભાજપ બંને બેઠક જીતી શકે તેવી સ્થિતથી કોંગ્રેસ ચુંટણી લડશે કે કેમ તે પ્રશ્ર્ન : 2017માં અહેમદ પટેલ સામે પરાજીત થયેલા બલવંતસિંહ રાજપુતને ભાજપ સલામત રીતે રાજયસભામાં મોકલે તેવી શકયતા : દિનેશ ત્રિવેદીનું નામ ચર્ચામાં પણ સ્થાનિક નેતાઓ નકારે છે

ગુજરાતમાં યોજાનારી રાજયસભાની ચુંટણી માટેનું જાહેરનામુ બહાર પડી ગયુ છે. અને તા. 18 સુધીમાં ઉમેદવારોએ પોતાનું નોમીનેશન દાખલ કરી દેવાનું રહેશે. તે વચ્ચે રાજકીય પક્ષોમાં હજુ કોઇ સળવળાટ જોવા મળ્યો નથી. પરંતુ પ્રાથમીક સંકેતો મુજબ કોંગ્રેસ પક્ષ આ ચુંટણીમાં ઝુકાવશે કે કેમ તે પ્રશ્ન છે. વાસ્તવમાં ચુંટણી પંચે અગાઉ જ બે બેઠકો માટેના અલગ અલગ જાહેરનામા બહાર પાડીને બંને બેઠકો ભાજપને જીતવામાં સરળ રહે તે નીશ્ર્ચીત કરી દીધુ છે અને તેથી કોંગ્રેસ પક્ષ દિદ્ધામાં છે કે તેને આ ચુંટણી લડવી કે કેમ. જો કે વીપક્ષના નેતા પરેશ ધાનાણી એ જણાવ્યુ હતુ કે અમે લોકશાહીને જાળવી રાખવા માટે પણ ઉમેદવારી કરશુ તેવુ હું માનુ છું. ભાજપ બંને બેઠકો જીતવા આતુર છે અને માનવામાં આવે છે કે પક્ષ દ્વારા પ.બંગાળમાં હાલમાં મમતા બેનર્જીથી અલગ પડીને હવે નવી રાજકીય ઇનીંગ શરુ કરવા જઇ રહેલા પુર્વ કેન્દ્રીય મંત્રી દિનેશ ત્રીવેદી ચુંટણી લડવા કહી શકે છે. ઉપરાંત બીજુ નામ 2017માં રાજયસભાની ચુંટણી ગુમાવનાર બલવંતસિંગ રાજપુતનું પણ આવી રહયુ છે. ર017માં તેઓ અહેમદ પટેલ સામેજ ચુંટણી હારી ગયા હતા. અને હવે અહેમદ પટેલના નીધનથી ખાલી પડેલી બેઠક પર ભાજપ તેમને ચુંટણી લડાવે તેવી શકયતા નકારાતી નથી. વાસ્તવમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ હાલ સ્થાનીક ચુંટણીના પ્રચારમાં વ્યસ્ત છે જોકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કોરોનાગ્રસ્ત થતા તેઓ જાહેર પ્રચારમાં આવી શકશે નહી. તેના કારણે તેઓ હવે મોવડી મંડળ સાથે ચર્ચા કરીને આજે જ આ નીર્ણય લઇ શકે છે. અને આવતીકાલે અથવા મોડામાં મોડુ તા.18 ના રોજ ફોર્મ ભરાશે તે નીશ્ર્ચીત છે. કોંગ્રેસ પક્ષ ચુંટણી લડવાનું નકકી કરશે કે કેમ તે પણ હજુ અનિશ્ચિત છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો