ભરૂચમાંથી ચોરી થયેલી બાઈક ટંકારા પોલીસે ઝડપી પાડી

ભરૂચ સીટી-સી ડિવિઝનનો વાહનચોરીનો ગુનો શોધી કાઢતી ટંકારા પોલીસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-02-2021

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષણી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી ચાંપતો બંદોબસ્ત કરાયો છે. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન લતીપર ચોકડી પાસેથી બે શખ્શો નંબર પ્લેટ વગરનું બજાજ કંપનીનું પલ્સર મોટર સાઇકલ ચલાવી શંકાસ્પદ રીતે નીકળતા તેને રોકી પૂછપરછ કરતા પોતાનું નામ લસા ખુમસિંહ ગણાવા (જાતે આદિવાસી)  ઉ.વ. 23, રહે. તા. ભામ્ભર, જીલ અલીરાજપુર (એમ.પી.) હાલ રહે સખપર ગામ ટંકારા,મોરબી તથા સવરસિંહ ઉર્ફે રમેશ બચુ મીનમાં (આદિવાસી) હાલ કલાખુટ, જી.દાહોદ હાલ સખપર ગામ, ટંકારા રહેતા શખ્શોને મોટર સાઇકલ બાબતે પૂછપરછ કરતા ગેંગે ફેંફે થઇ ગયા હતા.. બાદમાં બાઇકના એન્જિનના ચેસીસ નં. પરથી તપાસતા બાઈકના મૂળ મલિક  ભરૂચના હોઈ અને આ ચેસીસ નંબરની બાઈકની ચોરી થયા અંગેની ભરૂચ પોલીસમાં ફરિયાદ દાખલ થયાનું માલુમ થતા આ બંને શખ્શોને બાઈક ચોરી કરેલી હોવાની પુષ્ટિ થયેલ હતી. આ ચોરાયેલ બાઈક ની કી. 61000 ગણી સીઆરપીસી કલમ 102 મુજબ કબ્જે કરી હતી. 

ઉપરોક્ત કામગીરીમાં પો.કો. બી.ડી. પરમાર, ટંકારા, તથા એએસ.આઈ ફારૂકભાઈ  સર્વેલન્સ સ્કોડના અનાર્મ પો.હેડ. કોન. નગીનદાસ જગજીવનદાસ નિમાવત , વિજયભાઈ નાગજીભાઈ  બાર, અમ્બાપ્રતાપસિંહ પ્રવિણસિંહ જાડેજા, કિશોરદાન ગંભીરદાસ ગઢવી, સિધ્ધરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, પો.કો. વિજયભાઈ ચાવડા તથા ખાલિદખાન  સહિતના પોલીસ સ્ટાફે સફળ કામગીરી કરી હતી. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો