મોરબી રાજપૂત કરણી સેના દ્વારા ધ્રુવકુમારસિંહજી જાડેજાનું અભિવાદન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-02-2021

રાજપૂત કરણી સેના મોરબી દ્વારા કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસીયા એસોસિયશન ના પ્રમુખ પદેધ્રુવકુમારસિંહજી જાડેજા (ધ્રુવદાદા) ની તથા કારોબારીમાં ગિરિરાજસિંહ બી. જાડેજા, વિક્રમસિંહ પી. જાડેજા તથા ઘનશ્યામસિંહ બી. ઝાલા ની સભ્ય તરીકે વરણી થયેલ એમનું સન્માન શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા , શહેર પ્રમુખ વિશ્વરાજ સિંહ જાડેજા ,તથા વાંકાનેર પ્રમુખ રાજેન્દ્ર સિંહ ઝાલા અને માળીયા તાલુકા પ્રમુખ રવિરાજ સિંહ જાડેજા તેમજ ટંકારા તાલુકા પ્રમુખ રામદેવસિંહ ઝાલા તથા મોરબી શ્રી રાજપૂત કરણી સેના ના તમામ હોદેદારો , સભ્યો દ્વારા સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે ટંકારા તાલુકા રાજપૂત સમાજ ના પ્રમૂખ પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ધૃવનગર ના દેવકરણભાઈ ભટાસણા , વલ્લભભાઈ ભટાસણા, જગદીશભાઇ દુબરિયા સહિત ગિરાસદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો