Twitter વિવાદ બાદ IT નિયમોને વધુ કડક બનાવી રહી છે મોદી સરકાર

Kiev, Ukraine - January 11, 2016: Background of famous social media icons such as: Facebook, Twitter, Blogger, Linkedin, Tumblr, Myspace and others, printed on paper.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-02-2021

Twitter વિવાદ બાદ મોદી સરકાર ભારતમાં ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે વધુ કડક પગલા ભરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે આજે સંસદમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ભારતીય કાયદાઓ માટે જવાબદારી ભર્યા બનાવવા માટે IT નિયમોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આચારસંહિતાનું પાલન કરવા માટે આ નિયમો ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લાગુ થશે.

આંદોલનની આડમાં દેશ વિરોધી પ્રવૃત્તિ: જે રીતે ખેડૂત આંદોલનની આડમાં સોશિયલ મીડિયા દ્વારા ભારત વિરુદ્ધ વિદેશી પ્રોપગેંડા જોવા મળ્યો અને ખોટા સમાચારો દ્વારા હિંસા અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારથી Twitter ભારત સરકારના રડાર પર છે. Twitter અને ભારત સરકાર વચ્ચે તકરારની સ્થિતિ એવી છે કે સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે Twitter ભારતમાં રહેવા માંગતુ હોય તો અહીના કાયદાઓનું પાલન કરવું પડશે.

કેન્દ્રીય IT પ્રધાન રવિશંકર પ્રસાદે આપી ચેતવણી: કેન્દ્ર સરકારના ઇન્ફર્મેશન ટેકનોલોજી (IT) પ્રધાન રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ અને લિંક્ડઇન જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને ચેતવણી આપી હતી કે જો આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ખોટા સમાચારો ફેલાવવા , હિંસા અને વૈમનસ્યને વધારવા માટે કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે જો સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરવામાં આવશે અને ખોટા સમાચારો ઉપરાંત હિંસા અને અશાંતિને ફેલાવવાનસ આશયથી ઉપયોગ કરવામાં આવશે તો આવા કેસોમાં કાર્યવાહી કરવામાં આવશે.

સોશિયલ મીડિયાએ બંધારણ અને કાયદાઓનું પાલન કરવું પડશે: રાજ્યસભામાં IT પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર સોશિયલ મીડિયાનો આદર કરે છે અને આ પ્લેટફોર્મ દ્વારા લોકોને ઘણા અધિકારો મળ્યા છે. ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામમાં સોશિયલ મીડિયાએ મહત્વની ભૂમિકા નિભાવી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર નિંદા કરવાના અધિકારનો પણ આદર કરે છે પરંતુ આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મએ દેશના બંધારણ અને કાયદાઓનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયા દ્વારા ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો ચૂંટણી પંચ ઉપરાંત સરકાર પણ કાર્યવાહી કરશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો