સૌરાષ્ટ્રના વૈજ્ઞાનીએ વિકસાવી 30 ટકા વધુ પેદાશ આપતી મગફળીની જાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-02-2021

ગુજરાતમાં ચોમાસામાં ઉગાડી શકાય એવી મગફળીની અર્ધ વેલડી સોરઠ કિરણ અને બીજી એક ઉભડી સોરઠ ગોલ્ડ પ્રકારની નવી જાત  વિકસાવી છે. જીજે 23, જીજે 35 નંબરની આ જાત AGRESCOએ મંજૂર કરીને ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી દીધી છે. જૂનાગઠ કૃષિ વિશ્વ વિદ્યાયાલયના કૃષિ વિજ્ઞાનીઓએ આ બન્ને જાત વિકસાવી છે. જે હવે ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે. બે વર્ષ સુધી મલ્ટીપલ ઉત્પાદન કરીને ખેડૂતો તેને પોતાના ખેતરમાં ઉગાડી શકશે.

સોરઠ ગોલ્ડ: 30 ટકા વધું ઉત્પાદન : ચોમાસામાં ઉભડી પ્રકારની સોરઠ ગોલ્ડ – જીજે 35 જાત ડોડવાનું સરેરાશ ઉત્પાદન 3177 કિલો આપે છે. સોરઠ ગોલ્ડ જીજે 7 જાત 2452 કિલોનું ઉત્પાદન આપે છે. તેના કરતાં 29.54 ટકા વધું ઉત્પાદન ગોલ્ડ આપે છે. સામજાત જીજેજી 9 2471 કિલો ઉત્પાદન આપે છે, જેનાથી સોરઠ ગોલ્ડ 28.59 ટકા વધું ઉત્પાદન આપે છે. ટીજી 37એ જાત 2758 કિલો ઉત્પાદન આપે છે, જેના કરતાં સોરઠ ગોલ્ડ 15.17 ટકા વધારે ઉત્પાદન આપે છે.

દાણા, તેલ અને છોડ દીઠ ડોડવા વધું છે. પાન ખાનારી ઇયળનો મુકાબલો કરે છે પાન ખાનારી ઇયળથી થતું નુકસાન ઓછું થાય છે. સોરઠ ગોલ્ડ જાતમાં પાનના ટપકા, ગેરું, થડનો સુકારો, ઉગસુક રોગોનું પ્રમાણ બીજી જાતો જેટલું છે.

સોરઠ કિરણ: 14 ટકા વધું ઉત્પાદન: એક હેક્ટરે સરેરાશ ઉત્પાદન 2800 કિલો છે. જે જીજેજી 22 જાત 2459 કિલોનું ઉત્પાદન આપે છે, તેનાથી સોરઠ કિરણ જાત કરતાં 13.85 ટકા વધું છે. જીજી 20 જાત 2390 કિલોનું ઉત્પાદન આપે છે, જે કિરણ કરતાં 17.17 ટકા વધું છે. દાણાનું ઉત્પાદન તથા તેલનું ઉત્પાદન વધું છે. વળી દરેક છોડ દીઠ ડોડવાની સંખ્યા પણ વધું છે.

ઇયળ સામે પ્રતિકાર કરે છે: પાન ખાનારી ઇયળથી થતું નુકસાન કિરણમાં ઓછું થાય છે. રોગ સામે પ્રતિકાર શક્તિ છે. પાનના ટપકાનો રોગ, ગેરુંનો રોગ, થડના સુકારાનો રોગ અને ઉગસુકના રોગ બીજી જાતોની જેમ પ્રતિકાર કરે છે.

સરેરાશ 540 કિલો વધું ઉત્પાદન: ગુજરાતમાં 2020-21ના ચોમાસાના મગફળીનું સરેરાશ ઉત્પાદન 2637.34 કિલો એક હેક્ટર દીઠ મળવાનો અંદાજ કૃષિ વિભાગે જાહેર કર્યો છે. જેનાથી સોરઠ ગોલ્ટ 540 કિલો વધું ઉત્પાદન આપે છે. જે 17 ટકા વધું છે. આમ જો ગુજરાતના ખેડૂતો સોરઠ ગોલ્ડ મગફળીનું વાવેતર કરે તો સરેરાશ 10 ટકા ઉત્પાદન પણ વધે તો 3 હજાર કરોડ રૂપિયાનો ફાયદો મળી શકે તેમ છે. ગયા ચોમાસામાં 20.72 લાખ હેક્ટરના વાવેતરમાં 54.65 લાખ ટન મગફળીના ઉત્પાદનની ધારણા હતી.

27થી વધીને 30 હજાર કરોડની મગફળી પાકી શકે: એક કિલોના હાલના ભાવ રૂપિયા 50 ગણવામાં આવે તો 2020-21માં એક એકરે રૂપિયા 1.32 લાખનું ઉત્પાદન થયું હોવાની સરકારી ધારણા છે. તે હિસાબે રાજ્યનું મગફળીનું કુલ ઉત્પાદન 54.65 લાખ ટન ભાવ રૂ.50 ગણતાં 550 કરોડ કિલોના રૂપિયા 27 હજાર કરોડનું ઉત્પાદન થયું હોઈ શકે છે. જેમાં 50 ટકા વિસ્તારમાં ગોલ્ડનું વાવેતર થાય તો 10 ટકાના ઉત્પાદન વધારા સાથે 2.70થી 3 હજાર કરોડનું ઉત્પાદન સીધું વધી જાય તેમ છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો