ભાવનગર: સિહોરના સામાજીક કાર્યકર અને વરિષ્ઠ પત્રકાર હરીશભાઈ પવારનું તાલુકામાં વિક્રમી રકતદાતા તરીકે સન્માન કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-02-2021

ભાવનગર જિલ્લા ના સિહોરની વિવિધ સંસ્થાઓ સાથે સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓ જોડાયેલ અને વરિષ્ઠ પત્રકાર તરીકે જેઓ ૩૦વર્ષ થી પત્રકાર ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા અને સિહોર મારું કંસારા સમાજના કા.પ્રમુખ તેમજ ભરત મેમોરિયલ એન્ડ ચેરટેબલ ટ્રસ્ટ ના વાઇસ પ્રેસિડેન્ટ.સિહોર કોર્ટ પેરાલિગલ મેમ્બર.તેમજ કોરોના વોરિયર્સ તરીકે ૪૦થી વધુ સન્માન પત્ર વિવિધ સંસ્થા દ્વારા મળેલ અને સિહોર તાલુકા માં વિક્રમી રક્તદાતા તરીકે ૮૧ વખત રકતદાન તરીકે તેમજ ૪૫ થી વધુ બ્લડ કૅમ્પો.અને ૮૦૦૦હજાર થી વધુ જરૂરિયાતમંદો માટે બ્લડ મેળવી આપી આવી વિશિષ્ઠ કામગીરીને લઈ જેઓ “પવાર દાદા” તરીકે જાણીતા એવા હરીશભાઈ પવારનું સિહોર મામલતદાર કચેરી ખાતે તારીખ ૨૬જાન્યુઆરી ૨૦૨૧ના પ્રજાસતાક દિન પર્વે સિહોર તાલુકા ના વિક્રમી રકતદાતા.સામાજીક કાર્યકર અને પત્રકાર ક્ષેત્રે સિહોર પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ, મામલતદાર નિનામા પોલીસ અધિકારી કે.ડી.ગોહિલ, સિહોરના પ્રથમ નાગરિક વી.ડી.નકુમ સહિત અધિકારી પદાધિકારી સહિત ની ઉપસ્થિતિમાં સન્માનપત્ર આપી હરીશભાઈ પવાર નું સન્માન કરવામાં આવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો