Paytm યુઝર્સને મોટો ઝટકો, જો હવે આ કામ કરશો તો ચૂકવવો પડશે એકસ્ટ્રા ચાર્જ, જાણી લો નહીંતર પસ્તાશો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-02-2021

જો તમે સામાન્ય લેવડદેવડ માટે પેટીએમનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. પેટીએમનો ઉપયોગ કરવો ફરીથી મોંઘો થઈ ગયો છે.ગ્રોસરી સ્ટોરમાંથી સામાન ખરીદવા, પાણી અને વીજળીના બિલ ચૂકવવા, ગેસ સિલિન્ડર બુક કરવા, મોબાઇલ અને ડીટીએચ રિચાર્જ કરવા માટે અથવા ઓનલાઇન ઓર્ડર માટે તમે પેટીએમ વોલેટનો ઉપયોગ કરો છો. દેશભરમાં પેટીએમ સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ ઓપ્શન તરીકે જાણીતું બની ગયું છે. આ કારણે લોકો ક્રેડિટ કાર્ડથી પેટીએમ વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરીને નાના અને મોટા ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી રહ્યાં છે. જો તમે પણ સામાન્ય લેવડદેવડ માટે પેટીએમનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. પેટીએમનો ઉપયોગ કરવો ફરીથી મોંઘો થઈ ગયો છે.

Paytmbank.com/ratesCharges પર આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે જો કોઈ યુઝર પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડ દ્વારા રૂપિયા એડ કરશે તો તેમને 2.5 ટકા એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. પેટીએમની વેબસાઇટ અનુસાર, આ નિયમ 15 જાન્યુઆરી 2021થી લાગુ થઈ ગયો છે. અમેરિકન એક્સપ્રેસના ક્રેડિટ કાર્ડથી પૈસા એડ માટે તમારે 3 ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. રસપ્રદ વાત એ છે કે ઘણાં યુઝર્સની ફરિયાદ છે કે તેઓ પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડથી રૂપિયા એડ કરવા માટે 2.07 ટકા ચાર્જ વસૂલ કરે છે. આ સિવાય ઘણાં યુઝર્સનું કહેવું છે કે તેઓ 4.07 ચાર્જ લઈ રહ્યાં છે.

15 ઓક્ટોબરથી લાગી રહ્યો છે 2 ટકા ચાર્જ: અગાઉ 15 ઓક્ટોબર 2020થી જો કોઈ વ્યક્તિ પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા એડ કરતો હતો તો તેને 2 ટકા એકસ્ટ્રા ચાર્જ ચૂકવવો પડ્યો હતો. ઉદાહરણ તરીકે જો તમે ક્રેડિટ કાર્ડથી પેટીએમ વોલેટમાં 100 રૂપિયા એડ કરતા હતા તો તમારે તમારા ક્રેડિટ કાર્ડથી 102 રૂપિયાની ચુકવણી કરવી પડતી હતી.

જોકે કોઈપણ મર્ચેન્ટ સાઇટ પર પેટીએમ તરફથી ચૂકવણી કરવા પર કોઈ વધારાનો ચાર્જ આપવાનો રહેશે નહીં. પેટીએમથી પેટીએમ વોલેટ પર ટ્રાન્સફર કરવાથી પણ કોઈ ચાર્જ આપવાનો રહેશે નહી. ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ સાથે પેટીએમ વોલેટમાં પૈસા એડ કરશો તો પણ કોઈ ચાર્જ લાગશે નહીં.

1 જાન્યુઆરી 2020એ પણ કંપનીએ નિયમોમાં ફેરફાર કર્યા હતા: આ પહેલા 1 જાન્યુઆરી 2020થી પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મહિનામાં કંપનીએ ક્રેડિટ કાર્ડમાં 10 હજાર રૂપિયાથી વધુ એડ કરવા પર 2 ટકા ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો