બીએસએનએલે લોન્ચ કરી સિનેમા પ્લસ સર્વિસ

129 રૂપિયામાં મળશે ઝી-5 અને સોની લીવ એકસેસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-02-2021

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે હવે યુઝર્સને લોભાવવા બેહદ ખાસ સર્વિસ રજુ કરી છે. આ વખત કંપની ‘સિનેમા પ્લસ સર્વિસ’ લઈને આવી છે, જે અંતર્ગત યુઝર્સને અનેક ઓટીટી એપ્સનું મફતમાં સબસ્ક્રીપ્શન મળશે. મહત્વની બાબત એ છે કે આ માટે આપને માત્ર 129 રૂપિયા ચૂકવવા પડશે. આ સર્વિસ માટે બીએસએનએલે યુપ્પ ટીવી સાથે ભાગીદારી કરી છે. આ સર્વિસમાં યુઝર્સને સોની લાઈવ સ્પેશ્યલ, વુટ સિલેકટ, યુપ્પ ટીવી પ્રીમીયમ અને ઝી-5 પ્રીમીયમનું એકસેસ મળશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો