CA ફાઈનલનું જુના કોર્સનું 5.84 ટકા અને નવા કોર્સનું 14.47 ટકા રિઝલ્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-02-2021

જુના કોર્સમાં 5675 અને નવા કોર્સમાં 5392 સહિત કુલ 11067 વિદ્યાર્થી ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે ક્વોલિફાઈ થયા

– આઈસીએઆઈ દ્વારા નવેમ્બરમાં લેવાઈ હતી પરીક્ષા: ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા આજે સીએ ફાઈનલની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ છે.જેમાં ઓલ ઈન્ડિયા લેવલનું જુના કોર્સનું ૫.૮૪ ટકા અને નવા કોર્સનું ૧૪.૪૭ ટકા પરિણામ રહ્યુ છે. જુના અને નવા કોર્સમાં મળીને ૧૧૦૬૭ વિદ્યાર્થી ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે ક્વોલિફાઈ થયા છે.

કોરોના વચ્ચે ગત નવેમ્બરમાં આઈસીએઆઈ દ્વારા સીએ ફાઈનલની પરીક્ષા લેવાઈ હતી. જેમાં જુના અને નવા બંને કોર્સમાં સેન્ટરો પરથી ઓફલાઈન પરીક્ષા લેવાઈ હતી. જુના કોર્સની ૬૧૩ કેન્દ્રોમાં પરીક્ષા લેવાઈ હતી અને જેમાં સમગ્ર દેશમાંથી ૬૪૩૪૫ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી  ગુ્રપ-૧માં ૧૨૦૨૬માંથી ૨૧૪૫ પાસ થતા ૧૭.૮૪ ટકા, ગુ્રપ-૨માં ૧૭૧૩૨ વિદ્યાર્થીમાંથી ૫૪૪૨ વિદ્યાર્થી પાસ થતા ૩૧.૭૭ ટકા અને બંને ગુ્રપમાં ૪૧૧૩ વિદ્યાર્થી મળીને ૨૪૨ વિદ્યાર્થી પાસ થતા ૫.૮૪ ટકા પરિણામ રહ્યુ છે. જુના કોર્સમાં દેશમાં પ્રથમ ક્રમે સાલેમ, બીજા ક્રમે ચેન્નાઈ અને ત્રીજા ક્રમે જયપુરનો વિદ્યાર્થી આવ્યો છે.

નવા કોર્સની પરીક્ષા ૭૨૦ કેન્દ્રોમાં લેવાઈ હતી અને જેમાં સમગ્ર દેશમાંથી ૭૮.૧૪૬ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમા ગુ્રપ-૧માં ૩૨૫૪૨ વિદ્યાર્થીમાંથી ૪૧૭૯ પાસ થતા ૧૨.૮૪ ટકા, ગુ્રપ-૨માં ૨૭૯૦૨ વિદ્યાર્થીમાંથી ૮૬૪૩ પાસ થતા ૩૦.૯૭ ટકા અને બંને ગુ્રપમાં ૧૯૨૮૪ વિદ્યાર્થીમાંથી ૨૭૯૦ વિદ્યાર્થી પાસ થતા બોથ ગુ્રપનું ૧૪.૪૭ ટકા પરિણામ રહ્યુ છે.નવા કોર્સના પરિણામમાં મુંબઈના બે વિદ્યાર્થી દેશના ટોપ ત્રણ રેન્કમાં આવ્યા છે. જેમાં મુંબઈમાંથી પ્રથમ અને ત્રીજો રેન્ક આવ્યો છે. જ્યારે  દેશમા બીજા ક્રમે સુરતનો વિદ્યાર્થી આવ્યો છે. સુરતનો  મુદિત અગ્રવાલ ૮૦૦માંથી ૫૮૯ માર્કસ સાથે ૭૩.૬૩ ટકા મેળવી દેશના ટોપ થ્રીમાં બીજા ક્રમે આવ્યો છે. દેશની બીજા નંબરની અને ગુજરાતની પ્રથમ નંબરની બ્રાંચ ગણાતી અમદાવાદ ચેપ્ટરનું પરિણામ આજે મોડી રાત સુધી ચેપ્ટરોના હોદ્દેદારોની અણઆવડતને લીધે જાહેર થઈ શક્યુ ન હતુ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો