સૌરાષ્ટ્રમાં બે દિવસ પછી ફરી ઠંડી વધવાની આગાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-01-2021

ગત રાતે રાજ્યમાં નલિયા 6.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. ત્યારબાદ કેશોદમાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું, જ્યારે ભુજમાં 12.7 ડિગ્રી, રાજકોટમાં 13.3, પોરબંદરમાં 12.4, દિવ 13.6, કેશોદ 16.3, વેરાવળ 16.7, દ્વારકામાં 16.4, સુરેન્દ્રનગરમાં 15, ન્યૂકંડલામાં 13.5, કંડલા એરપોર્ટમાં 13.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બે દિવસ પછીથી ફરી કોલ્ડવેવની આગાહી વ્યકત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ હવાનું દબાણ વધી જતાં ઠંડા પવાનો સૌરાષ્ટ્રમાં પહોંચ્યા છ.ે જેના પગલે રાજકોટ-સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં મકરસંક્રાતિ નજીક આવતા જ ઠંડીમાં ઘટાડો આવ્યો હતો જો કે ફરીથી ઠંડી વધે તેવા અણસાર નિષ્ણાંત આપી રહ્યા છે તેથી કોલ્ડવેવનો વધુ એક રાઉન્ડ આવશે.વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણીના જણાવ્યા

અનુસાર 17 તારીખથી 26 તારીખ દરમિયાન તાપમાનમાં ઘટાડો આવશે. ન્યુનતમ તાપમાન 13 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્શિયસ કરતા ઓછું રહેશે. ઠંડીના આગમન વિશે એક્સપર્ટ જણાવે છે કે ઉત્તરના પહાડી પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થઈ છે આ ઉપરાંત ત્યાં હવાનું દબાણ પણ ખુબ વધી ગયું છે.

હવાના ઉચ્ચ દબાણવાળા ક્ષેત્રોમાંથી પવન ઓછા દબાણ વાળા ક્ષેત્રો એટલે કે સૌરાષ્ટ્ર સુધી ઉત્તરના ઠંડા અને સૂકા પવનો આવ્યા છે આ કારણે કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે. જો કે હજુ સુધી કોઇ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા નથી આ ઉપરાંત 15 દિવસ પહેલા જે રીતે ન્યૂનતમ તાપમાન 10 કરતા ઘટી ગયું હતું તેમજ મહત્તમ તાપમાન 25 જેટલુ થયુ હતુ તે હદ સુધી ફરી તાપમાન ઘટી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો