ધો.9 અને 11ની શાળા 20મીથી શરૂ?

ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રાથમિક શાળા અને ત્યારબાદ ધો.1 થી 5ની સ્કૂલોે પણ ખોલી નાંખવા સરકારની તૈયારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-01-2021

ગુજરાત રાજ્યમાં 9 મહિનાના વિરામ બાદ ધોરણ 10 અને 12ની શાળા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધોરણ 9 અને 11ના વર્ગો 20 જાન્યુઆરી આસપાસ શરૂ થઈ શકે છે. 18 જાન્યુઆરીએ સીબીએસઇની સ્કૂલો શરૂ થયા બાદ સરકાર ધોરણ 9 અને ધોરણ 11 માટે જાહેરાત કરી શકે છે. તો વળી પ્રાથમિક સ્કૂલ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ શકે છે. પ્રાથમિક શાળા શરૂ થયા બાદ ધોરણ 1થી 5ની શાળા શરૂ થઈ શકે છે.

કોરોનાકાળના કારણે આશરે 09 જેટલા મહિનાના સુધી બંધ રહેલી શાળાઓમાં ખુલી છે. રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળામાં શરૂ થઈ છે. કેન્દ્ર સરકારની કોવિડ ગાઈડલાઈન મુજબ શાળાઓ ખોલવા રાજ્ય સરકાર અને શાળા સંચાલકોએ તૈયાર થયા બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે પીજી અને યુજીના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ શરૂ થયું છે. કોરોના કાળમાં શાળા-કોલેજો બંધ રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર માઠી અસર પહોંચી છે. જોકે ઓનલાઈન શિક્ષણ તો ચાલી રહ્યું છે. શાળા શરૂ કરતા પહેલા વિવિધ મહાનગરોમાં આવેલી શાળામાં સેનિટાઈઝરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સરકારી ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શાળાએ આવનાર વિદ્યાર્થીઓ મોઢે માસ્ક ફરજિયાત બાંધવાનું રહેશે. હાથને વારંવાર સેનેટાઇઝ કરવા પડશે. દર બે વિદ્યાર્થીઓએ વચ્ચે છ ફૂટનું અંતર જાળવવું પડશે. કોઈ પણ વિદ્યાર્થીને ખાંસી, તાવ કે શરદી હોય તેવા વિદ્યાર્થીઓએ તાત્કાલિક આચાર્યને જાણ કરવાની રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો