મોરબીમાં વ્યાજંકવાદીઓના ત્રાસથી કંટાળી આપઘાત

લોકડાઉનમાં રૂા. 10 લાખ વ્યાજે લીધા બાદ ચુકવી ન શકતા વ્યાજખોરો હેરાન કરતા’તા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-01-2021

મોરબી રોડ પર કબીરધામ સોસાયટી-7માં રહેતા નરેશભાઇ મનસુખભાઇ પરસાણા (ઉ.વ.37) નામના ફરસાણનાં ધંધાર્થીઅ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે નરેશભાઇએ આક્ષેપો કરતા કહ્યું હતું કે, પોતે ફરસાણની કેબીન ધરાવે છે. સંતાનમાં એક પુત્ર, બે પુત્રી છે. લોકડાઉનમાં રૂા.10 લાખ વ્યાજે લીધા હતા જે વ્યાજખોરો પૈસાની ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી પગલુ ભરી લીધુ હતું. જોકે હકીકત જાણવા બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો