પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર – મોરબીમાં વિનામૂલ્યે રોજગાર લક્ષી તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-01-2021

પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર,મોરબીમાં ૧૮ થી ૩૫ વર્ષના ભાઈઓ તથા બહેનોને ભારત સરકાર તરફથી ટૂંકા ગાળાની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, બેગ, આઈ-કાર્ડ વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર ને સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે 2 લાખ નો વીમો તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. હવે પછીના સત્ર માંતાલીમ માટેપ્રવેશ પ્રક્રિયા શરૂથઇ ગઈ છે.મર્યાદિત સંખ્યા માં એડ્મિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર, મોરબી, ૩જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમા, રવાપર રોડ, મોરબી (મૉ.૭૪૮૭૦૭૬૩૭૪) નો સવારે 9 થી સાંજે 6 વાગ્યા દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો. https://forms.gle/rxt4VVqjSF5kvgRR9 આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે રૂબરૂ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો