મોદી સરકારે કચ્છના હેણોતરાને દુર્લભ જાતિ જાહેર કર્યું

જિલ્લામાં માત્ર 30 જેટલાની હૈયાતી, સંવર્ધન સંદર્ભે રાજ્ય સરકારને દરખાસ્ત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-01-2021

કેન્દ્ર સરકાર દ્વારા હેણોતરાને લુપ્ત થવાનાં આરે આવેલી દુર્લભ જાતિ તરીકે એટલે કે લુપ્તપ્રાય પ્રાણી તરીકે જાહેર કરાયું છે, જેને લઈને આગામી દિવસોમાં આ પ્રાણીનાં સંરક્ષણ અને સંવર્ધનને લઈ કામગીરી આગળ ધપશે. આ સંદર્ભે પશ્ચિમ કચ્છનાં નાયબ વન સંરક્ષણ તુષાર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક માત્ર કચ્છમાં જ હેણોતરા જોવા મળી રહ્યા છે અને તેની અત્યારે અંદાજિત 30 જેટલી સંખ્યા હોવાનું અનુમાન છે.

તેમણે કહ્યું કે, આ પ્રાણી શાંત સ્વભાવનું અને માત્ર રાત્રિનાં સમયે જ બહાર નીકળતું પ્રાણી છે. આ પ્રાણીનો રણ અને કાંટાળા વિસ્તારમાં વધુ વસવાટ જોવા મળતો હોય છે. કચ્છમાં રણ તેમજ કાંટાળ વિસ્તાર પણ હોવાને કારણે અવારનવાર હેણોતરા દેખા દેતા હોય છે. સરકાર દ્વારા હવે આ પ્રાણીને લુપ્તપ્રાય પ્રાણીમાં સમાવેશ કરાયો છે, ત્યારે તેના સંવર્ધન અને સંરક્ષણની દિશામાં કામગીરી આગળ ધપશે. જો કે, આ વિભાગ દ્વારા તો અગાઉ પણ હેણોતરાનાં સંવર્ધન સંદર્ભે રાજ્ય સરકારને દરખાસ્ત કરેલી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો