જોબ ઓફર માટે તમને પણ ઇમેઇલ આવે છે? તો જાણી લો ગઠિયાઓ આવી રીતે પડાવી શકે છે રૂપિયા

જો આપને પણ જોબ ઓફરના મેઇલ કે મેસેજ આવતા હોય તો થઈ જજો સાવધાન, આવી હોય છે ગઠિયાઓની મોડસ ઓપરેન્ડી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-01-2021

આમ તો કોરોનાના કારણે ખાનગી કંપનીઓમાં નોકરી કરતા અનેક નોકરિયાતો પર નોકરીનું સંકટ ઉભું થયું છે. અને લોકોની આ મુશ્કેલીનો ગેરફાયદો ઉઠાવવા ગઠિયાઓ ટાંપીને બેઠા છે. જો આપને પણ જોબ ઓફરના મેઇલ કે મેસેજ આવતા હોય તો થઈ જજો સાવધાન. કારણ કે જોબ ઓફર ઓફરના જ્વાબ આપવામાં સાયબર ગઠિયાઓ બેન્ક એકાઉન્ટ કે ઇ વોલેટમાં રકમ જમા  કરવાનું કહી તમને લૂંટી લેશે.  એટલે જોબ ઓફરના નામે આવતા આવા ઇમેઇલ કે મેસેજ સામે કેવી સાવધાની રાખવી તે જાણવું પણ જરૂરી છે.

કોરોનાના કારણે ગુજરાત સહિત દેશભરમાં ઘણા લોકો આર્થિક ભીંસમાં મુકાયા છે. તો વળી યુવા બેરોજગારઓ કે  વિદ્યાર્થીઓ નોકરી મેળવવા માટે ઓનલાઇન અરજી કરતા હોય છે. ગઠિયાઓ વેબસાઈટ પર આપવામાં આવેલી વિગતો મેળવી ફસાવનારા ઇમેઇલ મોકલે છે.  નોકરી માટેના ઓફર લેટર બનાવટી ઇમેઇલ સર્વિસ મારફતે મોકલે છે.

કોઈ બહુરાષ્ટ્રીય કંપનીના નામથી બનાવટી ફોન કરે છે. આ રીતે ભોગ બનનારાઓ બનાવટી જોબ ઓફર મેળવે છે. જેના બદલે ગઠિયાઓ સિક્યુરિટી ડિપોઝીટના નામે રકમ જમા કરાવવાનું કહે છે. અને કૌભાંડીઓ  બૅન્ક ખાતામાં કે ઇ વોલેટમાં જમા કરાવવામાં આવેલ રકમ ઉપાડી લે છે.

ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જીન્યરિંગ એન્ડ ટેક્નોલોજીના ડાયકેક્ટર, પ્રો. એસ.ડી.પંચાલ, આ અંગે જણાવે છે કે, ‘આવી છેતરપિંડીઓ સામે સાવધાની જરૂરી છે. ઈમેલ અંગે યોગ્ય ચકાસણી કર્યા સિવાય ઈમેલનો જવાબ આપવો જોઈએ નહીં. રૂપિયા આપને નોકરી મેળવવાનો રસ્તો અપનાવશો નહિ. હંમેશા વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે પસંદગી કરવી જોઈએ અને  ટેલિફોનિક ઇન્ટરવ્યુ ફેક અને જોખમકારક હોઈ શકે છે. જોબ ઓફરના નામે અંગત માહિતી કે બેન્ક ખાતાની વિગતો પૂછવામાં આવે તો તેના પર વિશ્વાસ કરવો જોઇએ નહી. હાલમાં નોકરીને લઇ સાયબર ક્રાઈમના કિસ્સો વધી રહ્યા છે. ત્યારે સાવધાનીમાં સમજદારી છે તે સમજી લેવું જોઈએ.’

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો