વેકસીનના 7 કરોડ ડોઝ તૈયાર પણ ભાવ મુદ્દે વિવાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-1-2021

દેશમાં કોરોના સંક્રમણ સામે બે વેકસીનેશનની ઈમરજન્સી ઉપયોગની મંજુરી આપવામાં આવી છે અને આગામી 10 દિવસ સંક્રાંતની આસપાસ વેકસીન દેશભરમાં વેકસીનેશન શરુ થશે પણ હજુ વેકસીનના ‘ભાવ’ માટે સરકાર અને વેકસીન ઉત્પાદક કંપનીઓ વચ્ચે કોઈ કરાર ન થતા હાલ વેકસીન કંપનીઓના કોલ્ડ સ્ટોરેજમાંજ રાખવામાં આવી છે. ખાસ કરીને પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા વેકસીનના ભાવ મુદે પ્રશ્ન ઉઠાવાયા છે અને નિષ્ણાંતો માને છે કે સરકારે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની વેકસીનના થર્ડ સ્ટેજ ટ્રાયલના ડેટા ઉપલબ્ધ નહી હોવા છતાં જે રીતે તેને મંજુરી અપાઈ છે તેનો જેનું પુનાની સીરમ ઈન્સ્ટીટયુટ પર દબાણ વધારવાના છે. સીરમના સીઈઓ અદર પુનાવાલાએ જણાવ્યું હતું કે સરકાર અને કંપની વચ્ચે મૌખીક રીતે 2.74 ડોલર પ્રતિ ડોઝ અંદાજે રૂા.200ના ખાસ ભાવે સરકારને વેકસીન આપવા તૈયારી બતાવી છે. આજ વેકસીન બ્રિટીશ સરકારને 4થી5 ડોલરના ભાવે આપવામાં આવી છે પણ કંપની સાથોસાથ તે ખાનગી બજારમાં વ્યાપારી ધોરણે આ વેકસીન રૂા.1000ના ભાવે વેચવાની સરકાર મંજુરી આપે તે માંગ કરી છે. સરકાર દ્વારા બીજી વેકસીનને મંજુરી આપવામાં આવી તેના પર પુનાવાલાની ટીપ્પણીથી વિવાદ સર્જાયો તે પછી નિવેદન ફેરવવાની પણ ફરજ પાડી હતી. વિશ્ર્વમાં કોઈપણ રાષ્ટ્રએ વેકસીન અંગે ભાવની ચિંતા કરી નથી પણ ભારત સરકારને આ વેકસીન ફ્રીમાં આપવાની છે તેથી તે શકય તેટલો ખર્ચ ઓછો રાખવા માંગે છે.

એઈમ્સના ડિરેકટર રણદીપ ગુલેરીયા કહે છે કે સરકાર જયારે બલ્કમાં વેકસીન ખરીદતી હોય તો સ્વાભાવિક રીતે ભાવતાલ થશે જ જાણ અંતે તો સરકારની ખરીદી નીતિ અને બજારની સ્થિતિના આધારે જ કરાર થશે અને આજે કે કોઈપણ દિવસે ખરીદી કરાર વાસ્તવમાં ગત ઓકટોબરમાં સરકારે પ્રતિ ડોઝ 6થી7 ડોલરના ભાવે વેકસીન ખરીદવા 500 અબજ રૂપિયા અનામત રાખ્યા છે પણ રાજકીય આવેશમાં દેશમાં મફત વેકસીનની જે હોડ સર્જાઈ તેનાથી સરકારનું બજેટ બગડશે તેવો સંકેત છે. હાલ 7 કરોડ ડોઝ તૈયાર છે પણ ભાવ નકકી થયા બાદ ડીલીવરી થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63