સૌરાષ્ટ્ર બન્યું સીમલા: ધુમ્મસ વચ્ચે ધ્રૂજાવતી ઠંડી : નલિયામાં 5.6 ડિગ્રી

આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2021

રાજ્યભરમાં કોલ્ડવેવની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને આજે હવામાન ખાતાએ યલો એલર્ટ જારી કર્યું છે. ગત રાત્રે નલિયા રાજયમાં સૌથી ઠંડુ શહેર રહ્યું 5.6 ડિગ્રી નીચા તાપમાનમાં નલિયા ફીજ બની ગયું હતું. તો કેશોદમાં 9.3, અને રાજકોટમાં 10.8 ડિગ્રી નીચા તાપમાન વચ્ચે ઠંડીના ચમકારા અનુભવાયા, આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી ઘાટું ધુમ્મસ જોવા મળતાં ધ્રૂજાવતી ઠંડી વચ્ચે સીમલા જેવો અહેસાસ થયો હતો.

કયા શહેરમાં કેટલું લઘુત્તમ તાપમાન? શહેર તાપમાન, નલિયા 5.6, કેશોદ 9.3, કંડલાએરપોર્ટ 9.5, અમરેલી 10.2, પોરબંદર 10.3, રાજકોટ 10.8, સુરેન્દ્રનગર 11.5, ઓખા 10.4, મોરબી: 10 વેરાવળ 13, ભાવનગર 13.2, દ્વારકા 14

હવામાન ખાતા અને કષિ યુનિ.અનુસાર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ તા.10 સુાધી આવી તીવ્ર ઠંડી રહેવાની શક્યતા છે. રાજકોટ અને મોરબી જિલ્લામાં તા.9 સુાધી 10 થી 11 સે, જામનગર જિલ્લામાં 9 થી 10, અમરેલી જિલ્લામાં 10ાથી 11 સે.તાપમાનનો વરતારો અપાયો છે. જ્યારે આઈ.એમ.ડી. અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાં આજેે કોલ્ડવેવ બાદ ચાર દિવસ સુાધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય જ્યારે અમદાવાદ,વડોદરા સહિત ગુજરાતમાં અન્યત્ર બે દિવસ પછી તાપમાનમાં 2ાથી 3 સે.ઘટાડા સાાથે ઠંડીમાં રાહતની વકી છે.

આજે દિવસે પણ ધ્રુજાવી દેતી ટાઢ વચ્ચે રાજકોટ, મોરબી જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું. 100-200 મીટર દૂરનું વાહન પણ સ્પષ્ટ જોઈ ન શકાય તેવી ઝાકળ વર્ષાાથી સૂર્યનારાયણના દર્શન સવારે મૂશ્કેલ બની ગયા હતા. જામનગરમાં દસ ફૂટ દૂર જોવું પણ મૂશ્કેલથયું હતું અને વાહનચાલકોએ ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

ભેજનું પ્રમાણ વાધીને આજે રાજકોટમાં 93 ટકા, અમરેલી 86 ટકા, દ્વારકા 81 ટકા, કેશોદમાં 93 ટકા, વેરાવળ 84 ટકા, અમદાવાદ 82 ટકા હતું અને હવામાન ધૂાંધળુ-ભેજયુક્ત બની ગયું હતું જેને કારણે સૂર્યપ્રકાશાથી મળાથી હૂંફ પણ મર્યાદિત બની જતા તીવ્ર ટાઢ (ઠાર)નો અનુભવ થયો હતો.

નલિયા, જામનગર, કેશોદ, પોરબંદરમાં પારો 10 સે.ની નીચે ઉતર્યો હતો. આજેે ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, કચ્છ વિસ્તારમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરાઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63