IRCTC ની નવી વેબસાઈટ લોન્ચ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-12-2020

IRCTCની ઈ ટિકટિંગ વેસબાઈટ irctc.co.in અને IRCTC રેલ કનેક્ટ (IRCTC Rail Connect) એપને અપગ્રેડ કરી દીધી છે. રેલ મંત્રી પિયુષ ગોયલે (Piyush Goyal) આ નવી વેબસાઈટને પેસેન્જર ફ્રેન્ડલી ગણાવી છે. પિયુષ ગોયલે કહ્યું કે, હવે રેલ યાત્રી ઝડપી અને કોઈપણ અડચણ વગર ટિકિટ બુકિંગનો અનુભવ કરી શકે છે. નવી વેબસાઈટ ઝડપથી ટિકિટ બુક કરે એટલા માટે અમે તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પણ જોડવામાં આવી છે. IRCTC અનુસાર હવે કોઈપણ રેલ યાત્રી ઝડપથી નેક્સ્ટ લેવલ પર ટિકિટ બુક કરી શકે છે.

નવી IRCTC વેબસાઈટની થીમ વન ક્લિક રાખવામાં આવી છે. જેમાં તમને અનેક જાણકારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમાં તમને ટ્રેનની જાણકારી, ઉપલબ્ધતા, ખાવાનું બુકિંગ અને અન્ય જાણકારીઓ આપવામાં આવી છે. આ ઉપરાંત એ પણ દાવો કરવામાં આવ્યો છે કે એક મિનિટમાં 10 હજાર ટિકિટો બુકિંગ કરી શકાશે. છ કરોડ યુઝર્સ વેબસાઈટ પર રજિસ્ટર્ડ છે. હવે એકસાથે પાચ લાખ લોકો લોગિન કરી શકશે. કસ્ટમર ફ્રેન્ડલી ઈન્ટરફેસ : હવે તમને ઈન્ટેલિજન્ટ જર્ની અને સ્ટેશનની જાણકારી પણ મળશે, વન સ્ટોપ ટ્રેન સિલેક્શન ફીચરનો પણ ઉપયોગ કરી શકશો, ટ્રેન સર્ચને વધારે સુધારી દેવામાં આવ્યું છે

એક ક્લિક પર તમને શું મળશે? એકોમોડેશનની ઈન્ટીગ્રેટેડ બુકિંગ, લાસ્ટ ટ્રાન્જેક્શનની જાણકારી, દરેક મુસાફરીનું રિફંડ અને કેન્સલેશન સ્ટેટસ

નવી વેબસાઈટ પર શું ખાસ હશે?

  1. એક જ પેજ પર હવે દરેક ક્લાસની ઉપલબ્ધતા તમને મળશે
  2. સિલેક્ટેડ ક્લાસ અને ટ્રેન માટે વન ક્લિક બુકિંગ
  3. સેવ પેસેન્જર્સ માટે પ્રિડિક્ટિવ એન્ટ્રી ઓપ્શન
  4. ઝડપી સ્પીડ માટે Cache સિસ્ટમ
  5. સરળ સિલેક્શન માટે પેમેન્ટ પેજમાં સુધારો

રેલ અધિકારીઓ અનુસાર IRCTCની વેબસાઈટ અપગ્રેડ થયા બાદ ટિકિટ બુકિંગની સ્પીડ વધી જશે અને પેસેન્જર પહેલાની સરખામણીમાં વધારે ઝડપથી ટિકિટ બુકિંગ કરી શકશે. સાથે જ IRCTCની વેબસાઈટથી ખાવા-પીવા સહિત અન્ય સુવિધાઓ જોડાઈ જશે.

IRCTCએ એક નવી પોસ્ટ પેડ પેમેન્ટ ઓપ્શન પણ શરૂ કર્યું છે. આ સુવિધા મારફતે IRCTCની વેબસાઈટથી ટિકિટ બુક કરીને તેની ચૂકવણી બાદમાં કરી શકાય છે. તેમાં યાત્રી ટિકિટ બુક કરીને e-payments મારફતે 15 દિવસની અંદર ચૂકવણી કરી શકો છો કે પછી  ટિકિટની ડિલિવરીના 24 કલાકની અંદર પણ પેમેન્ટ કરી શકો છો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63