ભારતમાં યુકેવાળો કોવિડ સ્ટ્રેન કેટલો ફેલાયો? આ રીતે શોધશે સરકાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-12-2020

યુકેમાં મળેલા નવા કોવિડ સ્ટ્રેનનો ભારતમાં કેટલો ફેલાવો થયો છે, તે જાણવા માટે જીનોમ સીક્વન્સિંગનો ઉપયોગ કરાશે. કોવિડ-19 પર બનેલી નેશનલ ટાસ્ક ફોર્સે આ સૂચન કર્યું છે. ‘પ્રોસ્પેક્ટિવ સર્વેલન્સ’ અંતર્ગત, બધા રાજ્યોના પોઝિટિવ કેસોમાંથી 5 ટકાનો હોલ જીનોમ સીક્વન્સિંગ ટેસ્ટ કરાશે. તેના માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ અંતર્ગત એક જીનોમ સર્વેલન્સ કન્સોર્ટિયમ, INSACOG બનાવાયું છે. તે SARS-CoV-2ના ફેલાઈ રહેલા સ્ટ્રેન્સના સર્વેલન્સ માટે કામ કરશે. ટાસ્ક ફોર્સે કહ્યું કે, SARS-CoV-2નું જીનોમ સર્વેલન્સ જરૂરી છે.

કોવિડ ટાસ્ક ફોર્સે કહ્યું કે, મ્યૂટેશન્સ છતાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં ફેરફારની જરૂર નથી. મીટિંગમાં તેના પર ભાર અપાયો કે, નવો સ્ટ્રેન સંક્રામક છે, એટલે તેનાથી સંક્રમતિ લોકોની ઓળખ કરી તેમને આઈસોલેટ કરવા ઘણા જરૂરી છે, જેથી તે ભારતમાં ન ફેલાય. સર્વેલન્સ સ્ટ્રેટેજી અંતર્ગત 21થી 23 ડિસેમ્બરની વચ્ચે યુકેથી ભારત આવનારા દરેક મુસાફરની તપાસ થઈ છે. એરપોર્ટ્સ પર જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેમને જ બહાર જવા દેવાયા. શનિવારે નેશનલ ટાસ્ક ફોર્સે નવા સ્ટ્રેનને પગલે કોવિડના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, ટેસ્ટિંગ સ્ટ્રેટેજી અને સર્વેલન્સ પર ચર્ચા કરી. મીટિંગની અધ્યક્ષતા નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર બલરામ ભાર્ગવે કરી.

મંત્રાલયે કહ્યું કે, ‘બ્રિટનના સાર્સ-સીઓવી-2ના સ્ટ્રેન્સની જલદી શોધવા અને તેને રોકવા માટે વિસ્તૃત જીનોમિક દેખરેખને ચાલુ રાખવાનો પ્રસ્તાવ છે. જોકે, એ સમજવું મહત્વપૂર્ણ છ કે અન્ય બધા આરએનએ વાયરસોની જેમ સાર્સ-સીઓવી-2 મ્યૂટેટ થતો રહેશે.’ મંત્રાલયે કહ્યું કે, વાયરસને સોશિયલ ડિસ્ટન્સ, હાથ સાફ રાખવા, માસ્ક પહેરવા જેવા પગલાં અને ઉપલબ્ધ થવા પર પ્રભાવશાળી વેક્સીનથી પણ રોકી શકાય છે.

ભારતમાં કોવિડ-19ના એક્ટિવ દર્દીઓની સંખ્યા રવિવારે ઘટીને 2.78 લાખ રહી ગઈ છે. તે છેલ્લા 170 દિવસમાં સૌથી ઓછા છે. કેન્દ્રીય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, એક્ટિવ મામલા કુલ કેસોના માત્ર 2.74 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 9,76,153 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. સાજા થયેલા અને સારવાર કરાવી રહેલા દર્દીઓની વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે અને તે 95 લાખની નજીક પહોંચી ચૂક્યું છે. હાલ આ આંકોડ 4,82,848નો છે. છ મહિના પછી રોજના કેસ 19,000ની નીચે ગયા છે. છેલ્લા 24 કલાકમાં 18,732 નવા કેસ સામે આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63