હાઇકોર્ટની ટકોર પછી સરકારને ‘કોરોના’ની ગંભીરતા જણાઇ!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-12-2020

કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે સૌથી પહેલા તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવનું આયોજન નહિ થાય. ગુજરાતભરમાં યોજાતા આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે. જોકે, હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાતો ભવ્ય પતંગોત્સવ આ વર્ષે નહિ યોજાય. તો બીજી તરફ, ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે રાજ્ય સરકાર સરકાર એસઓપી જાહેર કરી શકે છે. ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. જોકે, ઉત્તરાયણની ઉજવણી લોકોની અગાશી પર જ થતી હોય છે. આવામાં સરકાર શું જાહેરાત કરે છે તેના પર સૌની નજર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63