રાજકોટમાં મેટ્રો ટ્રેન માટે સર્વે થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-12-2020

રાજકોટ સિટીને સ્માર્ટ સીટીનો દરજ્જો મળી ગયા બાદ મહાનગરપાલિકાએ તમામ સીટીબસોને ઈલેકટ્રીક બસમાં રૂપાંતરણ કરવાની તૈયારી આરંભી છે. જે અંતર્ગત માર્ચ મહિનામાં શહેરમાં 100 ઈલેકટ્રીક બસ દોડતી થઈ જશે. જ્યારે મેટ્રો સિટીની દોડમાં આગળ વધી રહેલ શહેરમાં મેટ્રો ટ્રેન દોડાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રાથમિક સર્વે અને સલાહકારની નિયુકિત માટે મ્યુનિ. કમિશ્નરે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ વર્ષના બજેટમાં મેટ્રો ટ્રેન સરવે માટે 10 લાખ રૂપિયાની જોગવાઈ કરી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં મનપાનું 2132 કરોડ રૂપિયાનું બજેટ 1100 કરોડ આસપાસ સમેટાય જવાની સંભાવનાઓ છે. ત્યારે મેટ્રો ટ્રેન માટે વહીવટદાર અને મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે સરવે કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. કોર્પોરેશનની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે કમિશ્નરે શહેરમાં મેટ્રો ટ્રેનના સરવેની વાતો શરૂ કરી છે. જો હાલ મેટ્રો ટ્રેન અને એલિવેટેડ બસ ક્યા અને કેવી રીતે ચલાવી શકાય તે માટે પ્રાથમિક સરવે અને સલાહકાર નિમવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, મેટ્રો ટ્રેન, નીઓ મેટ્રો, કેબલ કાર, ટ્રામ એલિવેટેડ બસ રાજકોટમાં ચલાવવી શક્ય છે કે કેમ, કેવા ઈન્ફ્રાસ્ટ્રકચરની જરૂર પડે, મુસાફરોની જરૂરિયાત અને સેવાના ઉપયોગ સહિતની બાબતોનો રિપોર્ટ બનાવવો જરૂરી બનશે. આથી નિષ્ણાંત સલાહકાર રોકીને સરવે કરાવવા નકકી કરાયું છે. બીઆરટીએસ બસ સેવા માટે રિપોર્ટ તૈયાર કરનાર એજન્સી આ કામ સારી રીતે કરી શકે તેવું તંત્ર માને છે. આ નવા વિકલ્પો શોધવા માટે તમામ પ્રકારના હાલના ટ્રાન્સપોર્ટેશન અને સ્માર્ટ સિટીની ભવિષ્યની જરૂરિયાતો ધ્યાને લઈ અભ્યાસ કરવામાં આવશે.

નોંધનિય છે કે, મનપા સિટીબસ સેવાનું સંચાલન કરવામાં વર્ષે 17 કરોડથી વધુની નુકસાની કરી રહ્યું છે. આમ છતાં અનેક વિસ્તારમાં હજુ સિટીબસ સેવા મળતી નથી ત્યારે હવે કમિશ્નરે મેટ્રો ટ્રેન માટે સરવેની જાહેરાત કરી છે. અગાઉ પણ આવી અનેક જાહેરાતો થઈ છે પણ કામના હજુ ઠેકાણા નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63