લાઈટ ક્રાંતિ આવી રહી છે.. Wi-Fi ને ભૂલી જાવ આવી રહ્યું છે Li-Fi

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-12-2020

લાઇ-ફાઇ એક નવી ટેકનોલોજી છે જેમાં ઇન્ટરનેટ ડેટાને ફાઇબર કે સેટેલાઇટના બદલે લાઇટ બીમ્સની મદદથી ટ્રાન્સફર કરવામાં આવે છે. ઇન્ટરનેટ માટે વાઇફાઇ સિસ્ટમ તુરંતમાં જુની બને અને વધુ 20 ગણા ઝડપવાળી લાઇ-ફાઇ ટેકનોલોજી આવવાની તૈયારી છે. ગુગલે ભારતમાં પ્રોજેકટ એકસ હેઠળ લાઇ-ફાઇ ટેકનોલોજીની આંધ્ર પ્રદેશમાં સફળ ટ્રાયલ કરી દીધી છે. ભારતમાં તે લોંચ કરવા માટે એરટેલ અને રીલાયન્સ સાથે કંપની વાતચીત કરી રહી છે. બન્ને મોબાઇલ કંપની તુરંતમાં આ નવી સિસ્ટમ શરૂ કરે તેવા નિર્દેશ છે. લાઇટ બીમ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઇપણ વાયર કે કનેકશન વગર ડેટા ટ્રાન્સફર કરે છે. દૂરના વિસ્તારોમાં આ ટેકનોલોજી વધુ કામ આવશે તેની સ્પીડ 20 ગીગાબાઇટસ સુધી વધી જશે. હાલ ઇન્ટરનેટની સ્પિડ 1 ગીગાબાઇટસ સુધી મર્યાદિત છે. લાઇ-ફાઇમાં એક સેટઅપ લગાવવામાં આવે એટલે 20 કિ.મી. વિસ્તારને કવર કરી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63