આગામી વર્ષથી રીલાયન્સ જીઓની 5G સેવા: મુકેશ અંબાણીની જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનએ જબરો ધમાકો કર્યો : સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી જુન-2021 બાદ દેશભરમાં સૌને પોસાય તેવી ફાઇવ-જી સેવા લોન્ચ થશે: આત્મ નિર્ભર ભારત દિશામાં મહત્વપૂર્ણ પગલું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-12-2020

દેશમાં ટેલીકોમ ક્ષેત્રે જબરી ક્રાંતિ લાવનાર રીલાયન્સ જીયો આગામી વર્ષે ફાઇવ-જી સેવાનો પ્રારંભ કરી દેશે. રીલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ હાલ ચાલી રહેલી મોબાઇલ કોંગ્રેસમાં આ સત્તાવાર જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે રીલાયન્સ જીઓનું ફાઇવ-જી નેટવર્ક સંપૂર્ણપણે ભારતીય હશે અને 2021ના બીજા 6 માસમાં અમે દેશભરમાં ફાઇવ-જી સેવાનો પ્રારંભ કરી રહ્યા છીએ. આમ ભારતમાં ફાઇવ-જી સેવા પ્રારંભ કરનાર રીલાયન્સ જીઓ પ્રથમ કંપની બની જશે અને ફાઇવ-જી સેવા આપી શકાય તેવા મોબાઇલ ઇન્સ્ટુમેન્ટ પણ રીલાયન્સ લોચીંગ કરવા રીલાયન્સ તૈયારી કરી રહ્યું છે. મુકેશ અંબાણીએ કહ્યું કે ભારત એ વિશ્ર્વમાં ડીજીટલ કનેકટીવીટીની દ્રષ્ટિએ સૌથી એડવાન્સ દેશમાં સામેલ છે અને ભારતની આ આગેકૂચ જાળવી રાખવા અમે ફાઇવ-જી સેવા શક્ય તેટલી વહેલી શરૂ કરવા માટે તૈયારી રહ્યા છીએ. આ સેવા સૌને પોસાય તેવી હશે અને તે દેશભરમાં ઉપલબ્ધ બનશે. 2021ના બીજા છ માસથી ભારત ટેલીકોમ ક્રાંતિમાં બીજા તબકકામાં પ્રવેશ કરશે. મુકેશ અંબાણીએ કહ્યું કે હાર્ડવેર અને ટેકનોલોજી બંને સંપૂર્ણ ભારતીય છે અને અમારુ નેટવર્ક પણ પુન: રીતે ભારતીય હશે. મુકેશ અંબાણીએ કહ્યું કે આ આત્મનિર્ભર ભણીનું એક મહત્વનું પગલું હશે. હાલમાં જ ભારતી એરટેલ દ્વારા ફાઇવ-જી સેવા અંગે બે કે ત્રણ વર્ષની રાહ જોવી પડશે તેવું જણાવ્યું હતું તે સંજોગોમાં મુકેશ અંબાણીનું આ નિવેદન મહત્વનું ગણાય છે. આગામી દિવસોમાં ફાઇવ-જીના આગમનથી દેશમાં ટેલીકોમમાં વધુ સારી સેવા મળશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63