માસ્કવિહોણાને ‘કોવિડ-સેવા’ના HCના નિર્દેશ પર SCનો ‘સ્ટે’

હાઇકોર્ટના આદેશનો અમલ કરવામાં અક્ષમ હોવાના તર્ક સાથે રાજ્ય સરકાર સુપ્રીમમાં ગઇ હતી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-12-2020

માસ્કને લઈને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટની રોક લગાવી દીધી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે સરકારને માસ્ક ન પહેર્યુ હોય તેમને કોવિડ સેન્ટરમાં સેવાની સજા કરવાનો આદેશ કર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.

અગાઉ ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાનો આદેશ બહાર પાડવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો, જેની સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમમાં વિનંતી કરી હતી.

આ સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે દિશા-નિર્દેશ આપતા કહ્યું હતું કે રાજ્યોને કહો કે કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓના ઘરની બહાર કોવિડ-19 પોઝિટિવ પોસ્ટર લગાવવું ન જોઈએ. સામે કેન્દ્રએ જણાવ્યું હતું કે કોવિડ પોસ્ટર ચોટાડવાની  કોઈ વાત કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં નથી.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું હતું. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો હતો.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63