રાજકોટમાં કર્ફ્યુનો ચોથો દિવસ : કોરોના સંક્રમણ વધશે તો વીક એન્ડ કર્ફ્યુ લાદવા વિચારણા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-11-2020

(હિતેન સોની દ્વારા) ગુજરાતના ચાર મહાનગરોમાં હાલ કર્ફ્યુ રાત્રિ દરમિયાન છે. રાજકોટમાં આજે કર્ફ્યુનો ચોથો દિવસ છે, રાજકોટમાં માધાપર ચોકડી, રૈયા ચોકડી, અંડરબ્રિજ, પંચાયત ચોક તમામ જગ્યાએ ગાંધીગ્રામ પી.આઈ. વાળા અને માધાપર ઈન.PSI  PK Christian દ્વારા સઘન ચેકીંગ ચાલુ છે. જયારે મીડિયા સાથે જોડાયેલા, ઓન ડ્યુટી સરકારી કર્મચારીઓ અને મેડિકલ સ્ટાફ સિવાય કોઈને રાત્રી કર્ફ્યુમાં મંજૂરી આવપવામાં નથી આવી. મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન CCTV  મારફત પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.  જેમાં જાહેરનામા ભંગના 349, 192 સોશ્યિલ ડિસ્ટન્સ ભંગના અને 234 વાહન ડિટેઇનના કેસ નોંધાયા છે. ઉદ્યોગોમાં રાત્રી શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓનો સમય સાંજે 7 થી સવારના 7 વાગ્યા સુધીનો રાખવા અપીલ કરાયી છે. 

રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિને જોતાં સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા વિચારી રહી છે. કોરોના સંક્રમણ વધશે તો ચારેય મહાનગરોમાં શનિવાર અને રવિવારના દિવસે એટલે કે સપ્તાહાંત દરમિયાન દિવસનો કર્ફ્યુ અમલી બનાવાશે. તદુપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનો મોટા પાયે ભંગ થતો જોવા મળે છે તેવા પાનના ગલ્લા, ચાની કીટલી, નાસ્તા અને પાણીપૂરીની લારી અને સ્ટ્રીટફૂડના આઉટલેટ્સ પર પણ સદંતર પ્રતિબંધ મુકાઇ શકે છે. હાલ આ મુજબની સત્તાવાર જાહેરાત કરાઇ નથી, પરંતુ ગુરુવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે. દરમિયાન રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું છે કે રાજ્યમાં ફરી લોકડાઉનના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સમાચાર ખોટા છે અને સરકારની આવી કોઈ વિચારણા નથી. દેશમાં જ્યાં કોરોના સંક્રમણના સૌથી વધુ પ્રમાણમાં નવા કેસો નોંધાઇ રહ્યાં છે, તથા એક્ટિવ દર્દીઓ એટલે કે સાજા ન થયાં હોય તેવાં દર્દીઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હોય તેવાં આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થિતિની સમીક્ષા કરવા વિડીયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં સંક્રમણની સ્થિતિ કાબૂમાં હોવાનું જણાવ્યું હતું. આ કોન્ફરન્સ બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ બેઠકમાં ભાગ લેનારાં આઠેય રાજ્યોમાં ગુજરાત નવા કેસો અને એક્ટિવ કેસોના મામલે સૌથી ઓછા આંકડા ધરાવે છે.

કોરોના નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યૂ: મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલા ભર્યા છે જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી છે જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63