શ્રી મહાપ્રભુજીના બેઠકજી મોરબી ખાતે અન્નકૂટ દર્શન તથા ગોવર્ધન પૂજાનું આયોજન

આગામી તારીખ 23-11-2020 ને સોમવાર કારતક સુદ-9 ના રોજ કરવામાં આવ્યું છે આયોજન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-11-2020

મોરબી ખાતે શ્રી મહાપ્રભુજીનાં બેઠકજી ખાતે આગામી તારીખ 23-11-2020 ના રોજ અન્નકૂટ દર્શન તથા ગોવર્ધન પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. 

સવારે 7 કલાકે જગ્યાના દર્શન 7:30 કલાકે મંગલા દર્શન થશે, સવારે 9:00 કલાકે શ્રી ગોવર્ધન પૂજાના દર્શન, શ્રુંગાર દર્શન સવારે 9:30 કલાકે તેમજ ઝારી ચારણ સ્પર્શ સવારે 7 થી 9 સુધી થશે, 

અન્નકૂટ દર્શનનો સમય બપોરે 3 કલાકથી સાંજના 5 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. તો દર્શનનનો લાભ લેવા માટે સ્થાનિક તથા બહારગામના વૈષ્ણવ સમાજને શ્રી મહાપ્રભુજીની બેઠકના મુખ્યાજી શ્રી અતુલભાઈ ભટ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. 

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63