ગુજરાતમાં પહેલીવાર સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, ગ્લોવ્ઝ સાથે ઐતિહાસિક ચૂંટણી

10 વાગ્યા સુધીમાં 11.53% મતદાન : 21 લાખ મતદારો માટે પોલિથીન હેન્ડ ગ્લોઝ ફાળવવામાં આવ્યાં છે. માસ્ક વગર આવનાર મતદારોને બૂથ પર જ માસ્ક આપવામાં આવી રહ્યા છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-11-2020

ગુજરાતમાં (Gujarat) આજે  આઠ બેઠકો પર ઐતિહાસિક મતદાન (Bypoll Election) થઇ રહ્યું છે એ પણ કોરોનાકાળમાં ત્યારે કોવિડની તમામ ગાઇડલાઇન (Covid Guidelines) અનુસરવામાં આવી રહી છે. પહેલીવાર સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, ગ્લોવ્ઝ સાથે રાજ્યમાં મતદાન થઇ રહ્યું છે. ગુજરાતીઓ પણ આ કોરોનાકાળનાં મતદાનમાં જોડાઇ રહ્યાં છે અને પોતાનો સહયોગ પણ આપી રહ્યાં છે. આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયુ છે. નોંધનીય છે કે, અબડાસા, ધારી, લિંબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ, મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. આજે 3 નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

ગુજરાતમાં (Gujarat) કુલ 18,75,032 મતદારો મત આપશે. આઠ બેઠકો પર કુલ 18,75,032 મતદારો મત આપશે, જેમાં 9,05,170 મહિલા અને 9,69,834 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. કુલ 3024 મતદાન મથક પર મતદારો મતદાન કરશે.

કોવિડની માર્ગદર્શિકા મુજબ એક બુથ પર 1500ના બદલે 1000 મતદારો જ મતદાન કરી શકશે. મતદારો માટે 3400 થર્મલ ગન, 41 હજાર N-95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર હેન્ડ ગ્લોઝ કર્મચારીઓ માટે વપરાશે.

આ સાથે 21 લાખ પોલિથીન હેન્ડ ગ્લોઝ મતદારો માટે ફાળવવામાં આવ્યાં છે. માસ્ક વગર આવનાર મતદારોને બૂથ પર જ માસ્ક આપવામાં આવશે, પોલિંગ પાર્ટી માટે આઠ હજાર પીપીઈ કિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચૂંટણીની વિશેષતા એ હશે કે તેમાં મતદારોમાં કોરોના પોઝિટિવ દર્દી માટે પણ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે અને દર્દીઓ સાંજે મતદાન કરી શકશે.

રાજ્યની તમામ આઠ બેઠકો પર મતદારોનું પહેલા ટેમ્પરેચર માપવામાં આવે છે ત્યારબાદ તેમને ગ્લોવ્સ આપવામાં આવે છે તે બાદ જ મતદાન કરવામાં આવે છે. મતદારોને ઉભા રહેવા માટે થોડા થોડા અંતરે કુંડાળા બનાવવામાં આવ્યા છે. મતદાન માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું જરૂરી છે.

મોરબી બેઠક પર ભાજપનાં બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ, અબડાસા બેઠક પર ભાજપનાં પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસના ઉમેદવાર ડો.શાંતિલાલ સંઘાણી, ધારી બેઠક પર ભાજપનાં જે.વી. કાકડિયા, કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા, કરજણ બેઠક પર ભાજપનાં અક્ષય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા, ગઢડા બેઠક પર ભાજપનાં આત્મરામ પરમાર, કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકી, કપરાડા બેઠક પર ભાજપનાં જિતુ ચૌધરી, કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા, ડાંગ બેઠક પર ભાજપનાં વિજય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગામિત, લીમડી બેઠક પર ભાજપનાં કિરીટસિંહ રાણા, કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરના ભાવિ આજે ઇવીએમમાં બંધ થશે.

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ, જે.વી. કાકડિયા, પ્રવીણ મારૂ, મંગળ ગાવિત, સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યાં હતાં. ત્યાર બાદ જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જિતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામાં આપ્યાં હતાં, જેના પગલે 8 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63