મોરબી: સંજસમાચારના પત્રકારના માસીનું ડોક્ટરોની ઘોર બેદરકારીથી મોત

“મને અહીંથી લઇ જા, નહિ તો આ લોકો મને મારી નાખશે: માતાએ પુત્ર પાસે આજીજી કરી હતી

10:30 વાગ્યે સ્વસ્થ હતા, 30 મિનિટમાં જ મોત!! મૃત્યુ પહેલા પુત્ર સાથે ફોન પર થયેલ વાતમાં માતાએ કહયું “બેટા મને અહીંથી લઇ જા, આ લોકો મને મારી નાખશે”

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-09

શહેરમાં કોરોનના કેસો સતત વધી રહ્યા છે. તો બીજી બાજુ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી કોવીડ-19 હોસ્પિટલમાં બેદરકારીના કિસ્સાઓ પણ છાશવારે સામે આવી રહ્યા છે ત્યારે બુધવારે આવા કિસ્સાઓમાં વધુ એકનો ઉમેરો થયો હતો. કોરોના પોઝિટિવ જાહેર થયેલા એક મહિલાના ભોજનનું પૂરતું ધ્યાન રાખવામાં ન આવતા આજે સવારે દમ તોડી દીધો હતો. છેલ્લે મહિલાએ પુત્રને “મને અહીંથી લઇ જા, આ લોકો મને મારી નાખશે” ની ફોન પર આજીજી કરી હતી. જે પછી મહિલાએ અંતિમ શ્વાસ લેતા પહેલા પરિવારજનો આઘાતમાં ગરક થઇ ગયા હતા. આ કમકમાટી ભરેલી ઘટનાની વિગત એવી છે કે જેતપુરના કાઠીમાં રહેતા મમતાબેન ચીમનભાઈ જોશીને જે મોરબીના સંજસમાચારના પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ ભટ્ટના માસી છે, તેઓને 7 સપ્ટેમ્બરના રોજ છાતીમાં દુખાવો ઉપડતા તેમને જેતપુરની અનેક હોસ્પિટલમાં લઇ ગયા. જ્યાં તબીબે વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાનું કહ્યું હતું. જેને પગલે મમતાબેનનો પુત્ર તેમને લઈને રાત્રે રાજકોટની કોવીડ-19 હોસ્પટિલે પહોંચ્યો હતો. અહીં તેમનો કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. મમતાબેનને તરત જ સારવાર અર્થે કોવિડ 19 માં આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા. મમતાબેન પોતે ડાયાબિટીસના દર્દી હતા. બીજે દિવસે (તા. 8-સપ્ટેમ્બર) બપોર સુધી મમતાબેને પીવાનું પાણી પણ આપવામાં આવ્યું ન હતું. જયારે ભોજનમાં અતિશય તીખા શાક,દાળ આપવામાં આવ્યા હતા. મમતાબેન આટલું તીખું ખાઈ શકે તેમ  ન હોય ત્યાંના સ્ટાફને જાણ કરી હતી. જે પછી સ્ટાફે મમતાબેન માટે મોસંબીની વ્યવસ્થા કરી આપી હતી. બુધવારે (આજે) સવારે 10:30 વાગ્યે પરિવારજનોએ હોસ્પિટલે ફોન કરીને ખબર પણ પૂછી હતી. ત્યારે સ્ટાફે તેઓની તબિયત સ્થિર હોવાનો જવાબ આપ્યો હતો. પરંતુ 30 મિનિટમાં જ 11 વાગ્યે મમતાબેનનું મૃત્યુ પામ્યાનું જણાવતા પરિવાર પાર આભ ફાટી પડ્યું હતું.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63