સરકારે LPG પરની સબસિડી કરી ખતમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-07,

તમે નોંધ્યું હશે કે તમારા બેંક ખાતામાં એલપીજી ગેસ પર સબસિડી આવતી નથી. વાસ્તવમાં, સરકારે તમને મે મહિનાથી મળતી સબસિડીને ખતમ કરી દીધી છે. ઘરે-ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડવાના હેતુસર મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાશરૂ કરવામાં આવી હતી અને ગરીબોને સસ્તા એલપીજી સિલિન્ડર આપવા માટે સબસિડી આપવામાં આવી હતી. પરંતુ હવે સિલિન્ડરો પર છૂટ લગભગ પૂરી થઈ ગઈ છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે એક ટ્વિટ દ્વારા જણાવ્યું છે કે ગેસ સિલિન્ડરોના બજાર ભાવ, એટલે કે સબસિડી વિનાના સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. દરમિયાન સબસિડી વાળા સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, બે સિલિન્ડર વચ્ચેનો ભાવ તફાવત લગભગ ખતમ થઈ ગયો છે. આ જ કારણ છે કે સરકારે હવે સિલિન્ડરો ઉપર સબસિડી આપવાનું બંધ કરી દીધું છે દેશમાં ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ લોકોને ગેસ સિલિન્ડર સબસિડીનો લાભ મળે છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે મોટાભાગના મહાનગરોમાં સબસિડી લગભગ ખતમ થઈ ગઈ છે. પરંતુ દૂરના વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓને 20 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. આ પૈસા પણ ટ્રાન્સપોર્ટ ખર્ચને કારણે મળે છે. નોંધનીય છે કે, 2019-20 નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે એલપીજી સબસિડી માટે 34,085 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ જ રીતે વર્ષ 2020-21 માટે આ હેઠળ આશરે 37,256.21 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63