આગામી મહિનાથી બદલાય શકે છે તમારા પગારથી જોડાયેલ આ નિયમ..

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-07,

સરકાર દ્વારા કોવિડ-19 મહામારી દરમિયાન કંપની અને કર્મચારી બંને માટે જાહેર રાહત પગલા હેઠળ ત્રણ મહિના મે, જૂન અને જુલાઈ માટે કર્મચારી ભવિષ્ય નિધિ(EPF) માં 4 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેથી હવે ઓગસ્ટમાં તમારી કંપની જૂના કાપ રેટ પર પરત આવી જશે. એટલે કે ઓગસ્ટથી ઈપીએફ પહેલાની જેમ 12 ટકા જ કપાશે. એમ મીડિયા રિપોર્ટથી માહિતી મળી છે.

આપને જણાવી દઈએ કે કોરોના કાળમાં આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે ત્રણ મહિના માટે ઈપીએફ યોગદાનમાં 4 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેથી લગભગ 6.5 લાખ કંપનીઓના કર્મચારીઓને દર મહિને લગભગ કુલ 2,250 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

શું છે નિયમ? નિયમો અનુસાર, કર્મચારી અને એમ્પ્લોયર 24 ટકા જમા કરાવે છે -12 ટકા બેસિક અને મોંઘવારી ભથ્થું(DA)- એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવેલ નિવૃત્તિ ભંડોળ (રિટાયરમેન્ટ ફંડ) માટે દર મહિને ઈપીએફ કાપ તરીકે થાય છે. કાનૂની કપાત, કુલ 4%(એમ્પ્લોયરના યોગદાનના 2% અને કર્મચારીના યોગદાનના 2%) કાપવામાં આવી હતી. બેસિક અને ડીએના 4 ટકાના બરાબર કાપથી સેલરીમાં વધારો થયો. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીઝ અને રાજ્ય જાહેર ઉપક્રમોના કર્મચારીઓના મામલે 12 ટકા એમ્પ્લોયરના ભાગની ચુકવણી કરવામાં આવી હતી. જ્યારે કર્મચારીઓએ 10 ટકા ચુકવણી કરી હતી. આગામી મહિનાથી કાપ જૂના લેવલ પર પરત આવી જશે. એવી માહિતી મળી છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63