“માં માને “ડેટોલ”કા ધુલા” કોરોનાના ભયથી લોકો લક્સ, લાઇફબોય છોડી ડેટોલ સાબુથી નાહી રહ્યા છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-07,

ડેટોલ સાબુ હાલમાં કોરોના રોગચાળાના કારણે સૌથી વધુ વેચાઈ રહ્યો છે અને તેણે પહેલી વાર એચયુએલના લક્સ અને લાઇફબોયને પાછળ રાખી દીધા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ સેક્ટરમાં લાઇફબોય અને લક્સનો દબદબો હતો. “ડેટોલ એ ભારતમાં એક પાવર બ્રાન્ડ છે.

વાસ્તવમાં તેણે પહેલી વખત ભારતમાં સૌથી વધુ બજારહિસ્સો પ્રાપ્ત કર્યો છે. અત્યારે ડેટોલની બ્રાન્ડ ઇક્વિટી સર્વોચ્ચ સ્તરે છે.

ડેટોલે વૈશ્વિક વેચાણમાં 62 ટકા વધારો નોંધાવ્યો છે અને માર્કેટ શેરમાં 430 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે. યુકેની હેલ્થકેર અને કન્ઝ્યુમર ગૂડ્ઝ ઉત્પાદક રેકિટ બેન્કિસરે જણાવ્યું કે ભારતીય ગ્રાહકોએ કોરોના વાઇરસ દરમિયાન આ પ્રોડક્ટ મોટા પ્રમાણમાં ખરીદી છે. લાઇફબોય ગયા વર્ષમાં 13.1 ટકા બજારહિસ્સો ધરાવતી હતી જે બે વર્ષ અગાઉ 15.7 ટકા હતો. હરીફ કંપની ડેટોલે તેનો બજારહિસ્સો 9.7 ટકાથી વધારીને 10.4 ટકા કર્યો છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63