દાઢી કરાવતા હોય તો પણ ‘માસ્ક કેમ નથી પહેર્યું?’ તેમ કહીને સીધો દંડ!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-07,

સદર બજારમાં આવેલા એક સલુનમાં હાસ્યાસ્પદ ઘટના બની હતી. એક હેર સુલનમાં એક ગ્રાહક દાઢી કરાવવા બેઠો હતો બરોબર એ જ સમયે મનપાનો સ્ટાફ ચેકિંગ માટે દુકાનમાં ધસી આવ્યો. દાઢી કરાવવા આવેલા ગ્રાહકને મનપાના સ્ટાફે ધમકાવીને સીધુ એમ જ કહ્યુ કે, માસ્ક કેમ નથી પહેર્યુ, રૂ.200નો દંડ લાવો! મનપાના મુર્ખ સ્ટાફને કેમ સમજાવવુ કે માસ્ક પહેર્યુ હોય તો દાઢી કઇ રીતે થઇ શકે!!

રાજકોટમાં અનલોક બાદ અપાયેલી છુટછાટમાં અમુક બેદરકારો ખુલ્લા મોઢે ફરીને કોરોનાના સંક્રમણને સામે ચાલીને આમંત્રણ આપે છે એ હકિકત છે અને આવા સમાજના દુશ્મનોને સીધા દોર કરવા મનપાને સઘન ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવી પડી એ જરૂરી છે. પણ બીજીબાજુ ચેકિંગના નામે અતિશયોક્તિ અને સાથે દંડની પહોંચ આપવામા ગોલમાલ થઇ રહી હોય તેવા કેટલાક કિસ્સા સામે આવી રહ્યા છે. દંડની પાવતી આપનારની પુરી ઓળખ પણ ન થઇ શકે તેવી સહી અને આ ઉપરાંત પેનલ્ટીની રકમ પણ લખવામા આવી ન હોય તેવી પાવતી પકડાવવામા આવી રહી છે. ભુતકાળમાં જગ્યા રોકાણ શાખામાં દંડની ડુપ્લીકેટ પહોંચ બનીને લાખો રૂપિયાની ઉચાપત થઇ હોવાના કિસ્સાને ધ્યાનમાં રાખીને માસ્ક ચેકિંગમાં પણ આવા બેનંબરી ધંધા ચાલુ થયા હોય તેવી પ્રબળ આશંકા ઉપજી રહી છે.

લોકડાઉન વખતે જે રીતે પાન, ફાકી અને સિગારેટ પકડવામા પોલીસ તંત્રે જે ભૂમિકા ભજવી હતી એ સૌ કોઇ જાણે જ છે. સ્કુટરની ડેકીમાંથી બે-ચાર ફાકી નીકળે તો પણ દંડ અને સાથે પાન, ફાકી જપ્ત કરી લેવામા આવતી હતી અને જપ્ત થયેલો આ માલ કઇ રીતે બજારમાં વેંચાવા આવી જતો એ પણ સૌ કોઇ જાણે જ છે. હવે લૂંટફાટનું માધ્યમ માસ્ક બની ગયુ હોય તેવી અતિશયોક્તિ થતી હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે એક કિસ્સો એવો સામે આવ્યો છે કે, પેલેસ રોડ પર નિરવભાઇ નામના એક વેપારી દુકાનની અંદર એકલા બેઠાં હતા. એમછતા મનપાનો સ્ટાફ દુકાનમાં ધસી આવ્યો હતો અને માસ્ક કેમ નથી પહેર્યુ તેમ કહીને સીધો જ રૂ.200નો દંડ ફટકાર્યો હતો. દંડ સામે વેપારીએ કોઇ વિરોધ ન કર્યો પરંતુ બાદમાં દંડની પાવતી જોય ત્યાંરે શંકા ઉપજાવતા અનેક સવાલો ઉઠ્યા હતા. દંડની પાવતીમાં વેપારીનું પુરુ નામ લખાયુ ન હતુ. જેમણે પાવતી ફાડી એ મનપાના કર્મચારીની પુરી ઓળખ થાય તેવી સહી કે નામ લખેલુ ન હતુ. ત્યાં સુધી કે દંડની રકમ પણ પાવતીમાં લખવામા આવી ન હતી. અહીં આક્ષેપ એવો પણ ઉઠી રહ્યો છે કે, દંડની પાવતી ડુપ્લીકેટ છપાવીને મનપાનો ચોક્કસ ભ્રષ્ટ સ્ટાફ રિતસર ઉઘરાણા કરવા નીકળી પડ્યો હોય. (અહેવાલ: હિતેન સોની, રાજકોટ)

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63