મોરબીમાં 24 કલાકમાં 9 કેસ પોઝિટિવ : કુલ આંક 223 થયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-07,

મોરબીમાં આજે શનિવારે કુલ કેસ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને આજના નવા કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 223 થઈ ગયો છે.

પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રવાપર-ઘુંડળા રોડ પર ક્રિષ્ના સ્કૂલની પાસે આવેલા કેશરીનંદન એપાર્ટમેન્ટમાં 301 નંબરના ફ્લેટમાં રહેતા 40 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે મોરબી આરોગ્ય વિભાગ દ્વારા જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબીના માધાપર-18માં રહેતા 30 વર્ષના મહિલા, મોરબીના ગ્રીનચોકમાં રહેતા 48 વર્ષના પુરુષ અને મોરબીના વિશિપરામાં રહેતા 70 વર્ષના મહિલા તેમજ મોરબીના રામક્રિષ્ના નગરમાં રહેતા 53 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બાદમાં સાંજે 7 વાગ્યે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં મોરબીના મહેન્દ્રનગર ગામમાં આવેલી ધર્મશક્તિ સોસાયટીમાં રહેતા 52 વર્ષના પુરુષ તથા મોરબીના નીચી માંડલ ગામે રહેતા 60 વર્ષના વૃદ્ધ અને મોરબીના જેપુર ગામે રહેતા 33 વર્ષના યુવાન તેમજ મોરબીના શક્તિપ્લોટમાં રહેતા 55 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે આજના કુલ કેસ 9 થયા હતા. અને મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 223 થઈ ગઈ છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63