દેશભરમાં ડંકો વગાડનાર ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોણ છે?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-07,

નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ તેઓને પેહલા સુરત અને હવે આખો દેશ એમને સી.આર.પાટીલના નામથી જ ઓળખે છે. નવસારી લોકસભા વિસ્તારમાંથી બીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડ મેળવી જીત હાંસલ કરનારા તેઓ સમગ્ર દેશમાં ત્રીજા ક્રમના સાંસદ છે. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. લેનાર તેઓ સમગ્ર દેશના પ્રથમ સાંસદ. સી.આર.પાટીલનો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે થયો હતો. શાળાકીય અભ્યાસ દક્ષિણ ગુજરાતામાં અલગ-અલગ સ્થળે અને છેલ્લે સુરતની આઈટીઆઇમા અભ્યાસ કર્યો છે. પાટીલ 1984માં પોલીસ કોન્સ્ટેબલ પણ રહી ચૂકેલા છે તથા અન્યાય સામે અવાજ ઉઠાવતા તેમના પર સસ્પેન્સનનો કોરડો વિઁઝવામાં આવ્યો હતો. નવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ માટે હાલની 8 પેટાચૂંટણીની બેઠકો જીતાડવાનું લક્ષ્ય, દક્ષિણ ગુજરાતના સંગઠનને વધુ મજબુત બનાવવા પર ભાર આપવો, પીએમ મોદી સરકાર અને રૂપાણી સરકાર સાથે તાલમેલ, સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત, મધ્ય ગુજરાતમા સંગઠનને મજબૂત કરવાનો, કોરોનાના સમયે સંગઠન અને સરકાર વચ્ચે મજબુત નેટવર્ક કરવા જેવા પડકારો તેઓની સામે છે.

ભાજપ-કોંગ્રેસ વચ્ચે તોડ-જોડની રાજનીતિ ચાલી રહી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે ભાજપે પ્રદેશ ભાજપના નવા પ્રમુખ બદલી નાંખ્યા છે. હાઇ કમાન્ડે સીઆર પાટીલ (ચંદ્રકાંત રઘુનાથ પાટીલ)ને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. આ પહેલા જીતુ વાઘાણી 4 વર્ષથી આ પદ સંભાળી રહ્યા હતા. હવે પ્રથમવાર ગુજરાતમાં ભાજપ તરફથી કોઇ બિન ગુજરાતી ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63