(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-07,
સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ત્રણ દિવસ વરસેલા અનરાધાર વરસાદે ગઈકાલથી વિરામ લેતા અમુક જિલ્લાઓમાં અડધા ઈંચથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો જ્યારે બાકીના જિલ્લામાં છુટાછવાયા ઝાપટા પડ્યા હતા. એકંદરે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉઘાડ જોવા મળ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં ગુજરાતમાં 28% વરસાદ વરસાવી દીધો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં 30.34% સૌથી ઓછો અને દેવભૂમી દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 145% વરસાદ વરસ્યો હતો.
મેઘરાજાએ વિરામ લીધા બાદ ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં અડધાથી એક ઈંચ, રાજકોટ જિલ્લામાં 5 મીમી તેમજ ભાવનગર જિલ્લામાં અડધો ઈંચ ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો. જ્યારે બાકીના વિસ્તારોમાં સૂર્યનારાયણે દર્શન દેતા ઉઘાડ જોવા મળ્યો હતો. ગુજરાતમાં સરેરાશ 28.22% વરસાદ પડી ચુક્યો છે જે પૈકી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ દેવભૂમી દ્વારકા જિલ્લામાં 145% પડી ચુક્યો છે. જ્યારે ભાવનગર જિલ્લામાં સૌથી ઓછો 30.34% વરસાદ નોંધાયો છે. કચ્છમાં પણ મેઘરાજાએ 1થી 12 ઈંચ જેટલું પાણી વરસાવતા 70%થી વધુ વરસાદ વરસી ગયો છે.
સૌરાષ્ટ્રમાં કચ્છમાં માંડવીમાં સૌથી વધુ 146% સાથે 70% વરસાદ વરસી ગયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડામાં 11 ઈંચ સાથે
જિલ્લામાં 32.92% વરસાદ, રાજકોટ જિલ્લામાં ગોંડલમાં 21 ઈંચ વરસાદ સાથે જિલ્લાનો 76.05% વરસાદ, મોરબીમાં ટંકારામાં સૌથી વધુ 76.05% વરસાદ સાથે જિલ્લામાં 50% વરસાદ, જામનગરના જામજોધપુરમાં 99.77% વરસાદ સાથે જિલ્લાનો 87.36% વરસાદ, દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં 183.25% સાથે જિલ્લાનો 145.47% વરસાદ જ્યારે પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 100.87% વરસાદ સાથે જિલ્લાનો 98.51% વરસાદ, જૂનાગઢના માણાવદરમાં 81.24% સાથે જિલ્લાનો 55.53% વરસાદ, ગીર સોમનાથના તાલાલામાં 53.24% વરસાદ સાથે જિલ્લાનો 49.13% વરસાદ, અમરેલીના ખાંભામાં 73% વરસાદ સાથે જિલ્લાનો 52.04% વરસાદ, બોટાદના ગઢડામાં 90.97% વરસાદ સાથે જિલ્લાનો 55.48% વરસાદ અને ભાવનગરના ઉમરાળામાં 40.90% વરસાદ સાથે જિલ્લાના 30.34% સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં આજ સુધીમાં સરેરાશ 28.22% વરસાદ આજ સુધીમાં પડી ચુક્યો છે. જે પૈકી કચ્છમાં 70%થી વધુ વરસાદ જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં સૌથી ઓછો 30.34% વરસાદ નોંધાયો છે. જ્યારે દેવભૂમી દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 145.87% વરસાદ આજ સુધીમાં પડી ચુક્યો છે. પ્રથમ રાઉન્ડમાં મોટાભાગના જિલ્લાઓમાં 50%થી વધુ વરસાદ વરસી જતા આગળના રાઉન્ડમાં વરસાદની ખોટ પુરી થઈ જવાની સંભાવના જોવાઈ રહી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63