કોરોનાની ભારતીય વેક્સિનનું પહેલું ટ્રાયલ “શિક્ષક” પર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-07,

કોરોન વાયરસ સામે લડવા માટે દેશમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચર (આઇસીએમઆર)ના સહયોગથી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા રસી વિકસાવામાં આવી છે. જેના હ્યુમન ટ્રાયલ માટે પણ મંજૂરી મળી ગઈ છે. આગામી અઠવાડિયે આ નવી રસીની ક્લિનિકલ હ્યુમન ટ્રાયલ શરૂ થઈ રહી છે. આ માટે દેશમાં 12 સંસ્થાનોની પસંદગી કરવામા આવી છે. ત્યારે માનવ પરીક્ષણ માટે જે લોકોની પસંદગી કરવામાં આવી છે તે પૈકી દેશમાં સૌથી પહેલા આ રસીની ટ્રાયલ માટે પહેલુ નામ ચિરંજીત ધીબરનું સામે આવ્યું છે. વ્યવસાયે શાળાના શિક્ષક એવા ચિરંજીત પર આગામી અઠવાડિયે ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. તેમને પરિક્ષણ માટે આઇસીએમઆરના ભુવનેશ્વર કેન્દ્ર આવવાનું રહેશે.

આ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ અંગેની ખાસ વાત એ છે કે આ દવાના પરિક્ષણ માટે ફક્ત એવા લોકોને પસંદ કરવામાં આવ્યા છે. જે પોતાની મરજીથી આગળ આવ્યા છે. તેમને આ અંગે પહેલાથી જ બધુ જણાવી દેવામાં આવશે. તેમજ તેમની સહમતી બાદ જ પરિક્ષણમાં સામેલ કરવામાં આવશે. મીડિયા અહેવાલ મુજબ માનવ પરીક્ષણની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નાગપુરમં આવેલ ગિલ્લુર્કર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. ચંદ્રશેખર ગિલ્લુરકરને પસંદ કવરામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે પહેલા અને બીજા એમ બે ચરણોમાં 100 લોકો ટ્રાયલ માટે પસંદ કરવામાં આવશે. શરુઆતમાં આ લોકોને વેક્સીન આપ્યા બાદ તપાસ કરવામાં આવશે કે તેમના પર કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી થઈ રહી.

કોણ છે શિક્ષક ચિરંજીત? ચિરંજીત ધીબરે પોતાના ફેસબુક પેજ પરથી આ વાતને સત્તાવાર સમર્થન આપ્યું છે કે સંઘની પ્રેરણમામાં મે કોરોના વાયરસના ક્લિનિકલ ટ્રાયલ માટે મારું શરીર દેશને દાન કર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ચિરંજીતે એપ્રિલ મહિનામાં જ ક્લિનિકલ ટ્રાયલ માટે અરજી કરી હતી. રવિવારે આઈસીએમઆરના પટણા કેન્દ્રથી તેમને ફોન આવ્યો હતો કે તેમની પસંદગી ક્લિનિકલ ટ્રાયલ માટે થઈ ગઈ છે. તેમને તેની પ્રોસેસ માટે હવે ભુવનેશ્વર બોલાવવામાં આવ્યાં છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ચિરંજીત ધીવર બંગાળના દુર્ગાપુરમાં એક શાળામાં શિક્ષક છે. આ સાથે જ આરએસએસની સહયોગી સંસ્થા અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની પ્રાથમિક શાખાના રાજસ્તરીય કમિટીના સભ્ય છે. તેમણે કહ્યું કે, રસીના પરિક્ષણ માટે વોલિન્ટર બનાવાની તક મળતા જ હું ગર્વ અનુભવું છું આ રીતે હું દેશ માટે કામ આવીશ. જોકે તેમના માતા-પિતાએ શરુઆતમાં ખૂબ જ વિરોધ કર્યો હતો. પરંતુ આખરે તેમણે પોતાના માતા-પિતાને આ માટે મનાવી લીધા હતા. તેમના પિતાએ કહ્યું કે અમે ક્યારેય આવી પરિસ્થિતિ જોઈ નથી તેમાં ઉપરથી જે રોગ વિશે આપણને ખબર નથી તેની પહેલી દવાનું પરિક્ષણ આ અંગે સાંભળીને અમે ખૂબ જ ડરી ગયા હતા. જોકે હવે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે માનવ પરીક્ષણ સફળ થાય અને કોરોનાની આ રસી જલ્દીથી જલ્દી લોકો સુધી પહોંચે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63