અનલોક 2.0: આજથી મોરબીમાં દુકાનો રાત્રીના 8 વાગ્યા સુધી અને હોટેલ રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ધમધમશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-07

મોરબી: ભારત સરકાર અને ગુજરાત સરકારની અનલોક-2 ની માર્ગદર્શિકા પ્રમાણે મોરબી જિલ્લા કલેકટર દ્વારા અનલોક-2 ને લઈને નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લામાં આજથી દુકાનો રાત્રીના 8 અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ધમધમશે અને રાત્રીના 10 થી વહેલી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે તેવું જાહેર કરાયું છે.

જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાં મુજબ મોરબી જિલ્લામાં હવેથી મોરબી જિલ્લામાં આવેલ દુકાનો ,સંસ્થાઓ અને ઔદ્યોગિક પ્રવૃતિઓ સવારના 8 થી રાત્રીના 8 વાગ્યા સુધી ચાલુ રહી શકશે. જે ઔદ્યોગિક એકમો લોકઇન સુવિધાઓ ઉપલબ્ધ છે તેવા એકમો તથા જે ઔદ્યોગિક એકમો સતત પ્રક્રિયા વાળા હોય તેવા ઔદ્યોગિક એકમોને સતત ચાલુ રાખી શકાશે. પરંતુ રાત્રીના 10 થી સવારના 5 સુધી કામદારોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. જ્યારે હોટલ રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેમજ અને રાત્રીના 10 થી વહેલી સવારના 5 વાગ્યા સુધી આવશ્યક સેવા સિવાય સંપૂર્ણપણે કરફ્યૂ રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા સુનિશ્ચિત થયેલા ફેરિયાઓ નક્કી થયેલી જગ્યાઓ ઉપર વેપાર કરી શકશે.

મોરબીની તમામ એસટી અને સીટી બસ સેવાઓને પુનઃ ધમધમતી કરવામાં આવી છે. જ્યારે હોટલ ,આતિથ્ય સેવાઓ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ ચાલુ રાખી શકશે અને તેના માટેના જુના નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. તમાંમ શૈક્ષણિક પ્રવૃતિઓ,જીમ, સિનેમા સહિતના પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.

કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે. તે સિવાયની કોઇ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે નહી.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63