આવતી કાલે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-06, સોમવાર 

ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં જણાવ્યા પ્રમાણે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2020ના ઉમેદવારોનું પરિણામ તા. 09/06/2020 ને મંગળવારના રોજ એટલે આવતી કાલે આવશે. મંગળવારે સવારે 08-00 કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.   વધુમાં જણાવવાનું કે ધોરણ -10 અને સંસ્કૃત પ્રથમા માર્ચ-2020 ના ઉમેદવારોના ગુણપત્રક વિતરણ ની તારીખ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણ ચકાસણી અને દફતર ચકાસણી વગેરે સુચનાઓ પત્ર અલગથી પ્રસિદ્ધ કરી સંબંધિત ને જાણ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-10ની  પરીક્ષામાં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. રાજ્યના કુલ 81 ઝોનના 934 કેન્દ્રો પર ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવી હતી. નોંધનીય છે કે, બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના બીજા દિવસથી દેશભરમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63