નિસર્ગ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06,

કોરોનાના કહેર વચ્ચે ગુજરાત તરફ બીજી એક આફત આગળ વધી રહી હતી. હવે રાહતના સમાચાર છે કે નિસર્ગ નામનું સંભવિત વાવાઝોડું (Nisarg Cyclone) ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. હવે આ વાવાઝોડું મહારાષ્ટ્રના (Maharashtra Coast) કાંઠા વિસ્તારમાં ટકરાશે. જોકે, તેની અસરને પગલે દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્રીજી જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)પડી શકે છે. ડીપ્રેશન હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું   અરબી સમુદ્રમાં ઊભું થયેલું ડીપ્રેશન હવે ડીપ ડ્રિપેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હવે આગામી 6 કલાકમાં તે વાવાઝોડમાં પરિવર્તિત થશે. મંગળવારે બપોરે 12 વાગ્યાની માહિતી પ્રમાણે ડીપ ડ્રિપ્રેશન દર છ કલાકે 11 કિલોમીટરનું અંતર કાપે છે. હાલ ડીપ ડિપ્રેશન સુરતના દરિયાકાંઠેથી 670 કિલોમીટર દૂર છે. જેના પગલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.   વાવાઝોડાની દિશામાં ફેરફાર થયો   હવામાન ખાતાના ડાયરેકટરે મંગળવારે મીડિયાને આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં ડીપ્રેશન ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હાલ તે સુરતથી 670 કિલોમીટર દૂર છે. છ કલાક બાદ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. જે બાદમાં તે સિવિયર (વધારે ખતરનાક) વાવાઝોડું પણ બની શકે છે.    

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63