મોરબીના જિમ-ફિટનેસ સેન્ટર ફરીથી શરુ કરવા અંગે કલેક્ટરને જિમ-ઓનર એશો. દ્વારા આવેદનપત્ર અપાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-5,

મોરબી જિમ ઓનર એસોસિએશન દ્વારા કલેક્ટરને અપાયેલ આવેદન પાત્રમાં અક્ષરસઃ જણાવ્યું હતું કે.. ” હાલમાં કોવિડ-19 મહામારીના તકેદારી માટે થયેલા લોકડાઉનના લીધે મોરબી શહેરના તમામ હેલ્થ, ફિટનેસ સેન્ટર, યોગા સ્ટુડિયો, જીમ 21 માર્ચ 2020 થી બંધ છે. મોરબી શહેરના મોટા ભાગના હેલ્થ સેન્ટર ભાડા કરાર પેટાના, તેમજ જિમ ટ્રેનર તથા તેની સાથે જોડાયેલા અન્ય લોકોના પગાર તેમજ બેન્ક લોન EMI જેવી આર્થિક જવાબદારીઓ પુરી કરવી એ જિમ માલિકો માટે એક ગંભીર સમસ્યા છે. જો જલ્દીથી આ ફિટનેસ સેન્ટરોને ફરીથી ધબકતા કરવામાં ન આવે તો તેમના ફિટનેસ સેન્ટર – જિમનું અસ્તિત્વ ટકાવી રાખવા તેમજ ફિટનેસ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ ટ્રેનર તથા અન્ય કર્મચારીઓના તથા તેમના પરિવારની રોજી-રોટી માટેનો એક ગંભીર પ્રશ્ન ઉભો થઇ શકે તેમ છે.

આમ પણ મોરબી શહેર ગ્રીન ઝોનમાં સામેલ હોવાથી, આ વૈશ્વિક કોવીડ મહામારીની તકેદારી રૂપે મોરબી શહેરના લોકોની શારીરિક તંદુરસ્તી, આંતરિક રોગપ્રતિકારકશક્તિ અને માનસિક મનોબળ મજબૂત થાય તે માટે શારીરિક કસરતો-જિમ- યોગા જરૂરી છે. સાથે સાથે ફિટનેસ વ્યવસાય સાથે જોડાયેલા વર્ગના લોકોની આર્થિક સ્થિતિ સુધરે તે માટે મોરબી શહેરના ફિટનેસ સેન્ટરોને ફરી પાછા શરુ કરવા વિચાર કરશોજી, આ મહામારીમાં જેમ બીજા ઉદ્યોગોને હાલમાં મંજૂરી આપવામાં આવી છે તેમ મોરબી જિમ-ફિટનેસ ઇન્ડસ્ટ્રીઝને પણ ધ્યાનમાં રાખીને ચાલુ કરવાની મંજૂરી આપશોજી

કોરોના સંક્રમણ ના થાય તેના તકેદારીના ભાગ રૂપે લેવાતા તમામ પગલાંઓનું આપના માર્ગદર્શન મુજબ પાલન કરવા અમે તૈયાર છીએ…” તેમ મોરબી જિમ ઓનર એશોસિએશનના ડો. સંજય પટેલ (સ્ટવેલ), ડો. ભાવિન ચંદે(ફિજિયોફીટ), જયેશ ભીમની (જિમ લીજેન્ડ), અનિલભાઈ ( ફિટનેસ ફેક્ટરી), જયંતભાઈ (જિમ લિઓન), જયશ્રીબેન ચૌહાણ (કિંગ એન્ડ ક્વિન), ચંદ્રેશભાઇ પટેલ (ગોલ્ડન માસ્ક), પ્રશાંતભાઈ રેડ્ડી(સેવન જનરેશન), અલ્પેશભાઈ (O2 જિમ) સહિતના જિમ માલિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. (રિપોર્ટ: અનિલ રંગપરીયા, મોરબી)

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63