“આત્મનિર્ભર યોજના” લાખની લોન પ્રજા સાથે મજાક સમાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-5,

ગુજરાત સરકાર દ્વારા સહકારી બેંકો અને સહકારી મંડળીઓના સહકારથી અમલમાં મુકવામાં આવેલી ‘આત્મભિર્નર’ ગુજરાત યોજનાના ફોર્મના વિતરણ શરૂ થયા છે. પરંતુ રાજયની 9 હજાર સહકારી બેંકો- મંડળીઓ ઉપર જ રૂા. 1 લાખ સુધીની લોનના ફોર્મનું વિતરણ શરૂ થઇ ચૂક્યું છે. જયારે ઘણી મંડળીઓ ઉપરાંત એકપણ જિલ્લા સહકારી બેંકો દ્વારા આ ફોર્મનું વિતરણ શરૂ કરાયું નથી. રાજય સરકારે કોરોના અને લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ગુમાવનાર નાના-ગરીબ ધંધાર્થીઓ માટે સહકારી બેંકો અને મંડળીઓ મારફત રૂા. એક લાખ સુધીની લોન આપવાની જાહેરાત કર્યા બાદ આજથી આ યોજના માટેના ફોર્મનુ વિતરણ શરૂ થતા જે બેંકોમાં ફોર્મનું વિતરણ થતુ હતુ તે બેંકોની બહાર લાઇનો લગાવી દીધી હતી. કોરોનાના સંક્રમણના ભય વચ્ચે લોકોએ એક લાખ રૂપિયા માટે આરોગ્ય દાવમાં લગાવી દીધુ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. લોકોએ સવારથી જ સહકારી બેંકો અને મંડળીઓ ખુલે તે પહેલા જ લાઇનો લગાવી દીધી હતી. જો કે, અનેક બેંકો અને મંડળીઓમાં ફોર્મ વિતરણ નહીં થતા લોકોને આકરા તડકામાં ધમરધકકા થયા હતા. જયારે અમુક બેંકો પોતાની વેબસાઇટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી લેવાની જાહેરાત કરી દીધી હતી પરિણામે અનેક સ્થળે અંધાધૂંધી ફેલાઇ જવા પામી હતી. રાજકોટની નાગરિક બેંક, સીટીઝન બેંક, ડીસ્ટીકટ બેંક સહિતની મુખ્ય બેંકોમાં હજુ સુધી ફોર્મ વિતરણ શરૂ થયું નથી. આ બેંકોનું કહેવું છે કે, ‘આત્મનિર્ભર ગુજરાત યોજના’ હેઠળ લોન આપવા માટે દરેક બેંકોએ ઠરાવ કરવા પડશે. આ અનસિકયોર્ડ લોન છે. માટે લોકોની ડીપોઝીટના નાણા ડુબો નહીં તે જોવાની જવાબદારી પણ બેંકોની છે. સરકારની યોજના મુજબ લોન અપાશે. અત્યારે સ્થિતી એવી સર્જાયેલ છે કે, રાજય સરકારે નાના ધંધાર્થીઓને લોન આપવાનો ગાળીઓ સહકારી બેંકો અને મંડળીઓના ગળામાં નાખી દીધો છે. પરંતુ પોલીસી અને સરકારીની યોજનાનું સંકલન કરીને લોન આપવાની છે. રિઝર્વ બેંકના નિયમ મુજબ બેન્કની એસેટના 10 ટકા જ અનસિકયોર્ડ લોન આપી શકાય છે. બેંકોનું કહેવું છે કે, ડીપોઝીટરોના પૈસા ડુબે નહીં તે માટે આત્મનિર્ભર યોજના હેઠળ લોન લેનાર વ્યક્તિ હપ્તા ભરવા સક્ષમ છે કે, નહીં તે પણ જોવાનું રહેશે. આ ઉપરાંત બેંક પોતાની સિકયોરીટી માટે લોની પાસેથી મિલ્કત ધરાવતા હોય તેવા બે જામીન લેવામાં આવશે જો કે, જામીનની મિલ્કત મોર્ગેજ કરાવવામાં આવશે. નહીં. એકંદરે આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ લોન આપવામાં આવે અને લોન ડુબે તો તેનું જોખમ બેંકો ઉપર જ છે સરકાર માત્ર 6 ટકા વ્યાજની રકમ બેંકોને આપશે તેથી બેંકો ફૂંકીફૂંકીને લોન આપવા માંગે છે. પરિણામે અંતે આ યોજના નાના ધંધાર્થીઓ માટે રણમાં મૃગજળ સમાન બની રહેશે. સરકાર કહે એટલે લોન આપી દેવાની? લોનની રિ-પેઇંગ કેપેસીટી પણ જોવી પડે રાજકોટ નાગરિક બેંકના ચેરમેન અને નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો.ઓપ.બેંકસ એન્ડ ક્રેડીટ સોસાયટીના ચેરમેન જયોતિન્દ્રભાઇ મહેતાનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે, લોકડાઉનના કારણે પ્રેસ બંધ હોવાથી ફોર્મ છપાઇ શકયા નથી અને હજુ 31 ઓગસ્ટ સુધીની મુદત હોવાથી લોકોએ પણ ધીરજ રાખવાની જરૂર છે. બેંકની વેબસાઇટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરીને પણ ભરી શકાય છે. આ લોન અંગે વધુમાં તેમણે જણાવેલ કે, લોન લેનાર વ્યક્તિ પાસેથી બે મિલ્કત ધારક જામીન અને એડવાન્સ ચેક લેવામાં આવશે. તેમજ લોન લેનાર વ્યકિતની રિ-પેઇંગ કેપેસીટી પણ જોવામાં આવશે અને બેંકોને યોગ્ય લાગે તો જ લોન આપશે. સરકાર કહે એટલે લોન આપવી જરૂરી નથી.  

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63