વોટ્સએપમાં આવ્યા ધરખમ ફેરફાર : એડ થયા નવા 5 ફીચર્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 22-4, વોટ્સએપ દુનિયામાં સૌથી વધુ ઉપયોગ કરાતી મેસેજીંગ એપ્સ છે. ફેસબુકની માલિકીની આ મેસેજીંગ પ્લેટફોર્મ પર સમયાંતરારે નવા નવા ફીચર્સ એડ થતા રહે છે. જેથી યુઝર્સ માટે સરળતા રહે, હાલમાં જ વોટ્સએપે ડાર્ક મોડ ફીચર લોન્ચ કર્યું હતું ઉપરાંત ફોરવર્ડ મેસેજની લિમિટ પણ 5 માંથી ઘટાડીને 1 કરી દેવામાં આવી હતી જેથી કોરોના વાયરસના કોઈ ખોટા મેસેજ વાઇરલ ન કરી શકે, હવે વોટ્સએપ બીજા નવા ફિરચર્સ સાથેની અપડેટ આવી રહી છે જેની મજા તમે થોડા જ દિવસોમાં લઇ શકશો

અપડેટ-1 ( વોટ્સએપ ગુપ્ર વિડિઓ કોલ લિમિટ)

કોરોના મહામારીમાં લોકો જયારે લોકડાઉનમાં છે એવામાં ગ્રુપ વિડિઓ કોલનો ઉપયોગ મિત્રો-પરિવારજનો સાથે કનેક્ટ કરવા ખુબ ઉપયોગમાં લેવાય છે. વોટ્સએપમાં અત્યારે જયારે ફક્ત 4 જ લોકો સાથે ગ્રુપ વિડિઓ કોલ કરી શકી છીએ જેના કારણે લોકો અન્ય અસુરક્ષિત એવી અનેક વિડિઓ કોલ એપ્સ ઉપયોગ કરવા લાગ્યા છે આજ વાતને ધ્યાનમાં લઈને વોટ્સએપ પણ ગ્રુપ વિડિઓ કોલ માટે મેમ્બર્સની સંખ્યા વધારવાની તૈયારી કરી રહ્યું છે. વોટ્સએપ બીટા ઇન્ફોના જણાવ્યા મુજબ હવે આ સંખ્યા ગ્રુપ વિડિઓ અને ઓડિયો કોલમાં વધારી દેવાશે જેથી વધુ લોકો સાથે ગ્રુપ વિડિઓ કોલ કરી શકશો।

અપડેટ- 2 : મોબાઇલ ફોન વગર પણ કામ કરશે વોટ્સએપ

વોટ્સએપ વેબ એટલેકે ફોન ઉપરાંત ડેસ્કટોપ કે લેપટોપમાં પણ વોટ્સએપનો ઉપયોગ કરી શકી છીએ આ વોટ્સએપ વેબ ફિચરનો ઉપયોગ ત્યારે જ કરી શકી છીએ કે જયારે આપનો ફોન ચાલુ હોય અને ઈન્ટરનેટ દ્વારા ક્યુઆર કોડથી કનેક્ટ હોય ત્યારે જ આ ફીચર ઉપયોગમાં લઇ શકાતું હતું હવે, વગર મોબાઇલે ફેસબુકની જેમ જ વોટ્સએપને કોઈ પણ કોમ્પ્યુટર કે લેપટોપમાં મોબાઇલ કનેક્ટ કાર્ય વગર ઉપયોગ કરી શકાશે, વોટ્સએપ એક યુનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ (UWP) પર કામ કરી રહ્યું છે. જે ફોન ઑફ હશે તો પણ કામ કરી શકશે।

અપડેટ-3: મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ

વોટ્સએપ એક એવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે જેનાથી યુઝર્સ મલ્ટીપલ ડિવાઇસમાં એક જ વોટ્સએપ એકાંઉન્ટનો ઉપયોગ કરી શકશે। રિપોર્ટ મુજબ જયારે યુઝર્સ બીજા ડિવાઇસ પર વોટ્સએપ એકાઉન્ટ એડ કરે છે ત્યારે હાલમાં તે એક ડિવાઇસ પર ઓટોમેટિક લોગ આઉટ થઇ જાય છે. પણ મલ્ટીડિવાઇસ સપોર્ટ ફીચર આવતા યુઝર્સ એક જ વોટ્સએપ એકાઉન્ટને અન્ય ડિવાઇસ પર એક સાથે વાપરી શકશે

અપડેટ નં. 4 : ડિસઅપીરિંગ મેસેજ

વોટ્સએપ હવે આ ફિચર્સનું નામ બદલીને “Expiring Message” કરી રહ્યું છે છે. આ પહેલા આ ફીચર્સને” Deleted Message, Disappearing Messages” નામથી દેખાતું હતું। ફિચર્સનું નામ બદલવા ઉપરાંત શરૂઆતમાં આ ફીચર્સ વોટ્સએપ ગ્રુપમાં ફક્ત ગ્રુપ એડમીન માટે જ ઉપલબ્ધ થશે, એનો અર્થ એછે કે ફક્ત ગ્રુપ એડમીન નિર્ણય લઇ શકશે કે ગ્રુપમાં બીજા મેમ્બર્સ “Delete Message” નો ઉપયોગ કરી શકશે કે નહિ ગ્રુપ એડમીન એની ટાઈમ લિમિટ પણ નક્કી કરી શકશે કે ગાયબ થયેલો મેસેજ એક દિવસ, એક અઠવાડિયું કે એક મહિના સુધી રહે, વોટ્સએપ વક્તિગત ચેટમાં “Expiring Message” ફીચર એપ્લાય થયા બાદ એક ટાઇમર આઇકોન પણ દેખાશે જે પ્રોફાઈલ પિક્ચરની જમણી બાજુએ દેખાશે

અપડેટ-5: સર્ચ ઇમેજ

વોટ્સએપ ફેક ન્યુઝ રોકવા માટે નવા નવા ફીચર્સ એડ કરી રહ્યું છે. એવું જ એક ફીચર્સ છે જેમાં યુઝર્સ વોટ્સએપમાં આવતી ઇમેજિસની જમણી બાજુ એક સર્ચ આઇકોન દેખાશે જેના પર ક્લિક કરીને ચેટ સાથે રિવર્સ ગુગલ ઇમેજ સર્ચ પર જોઈ શકાશે

જો તમે વોટ્સએપ બીટા વર્ઝનનો ઉપયોગ કરો છો તો આ ફીચર્સ ઉપલબ્ધ થઇ ગયા છે બીજા રેગ્યુલર વર્ઝનમાં ટૂંક સમયમાં આ ફીચર્સ ઉપયોગમાં લઇ શકાશે નવી અપડેટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70