આરોગ્ય સેતુ બની ગૂગલ પર નંબર વન એપ : વોટ્સએપ ફેસબુક ટ્વીટરને પણ પાછળ પાડી દીધા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 16-4, કોરોના સામે લોકોને સુરક્ષિત રાખતી એપ ઇન્સ્ટોલ કરવા જયારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી અને ગૂગલ પર થયો જોરદાર મોટો કમાલ. દુનિયાની મસમોટી કંપનીઓ આંખો પહોળી કરી જોતી જ રહી ગઇ. જી હા લોકડાઉનના સમય દરમ્યાન પીએમ મોદીએ કરેલી અપીલ બાદ આ કમાલ આરોગ્ય સેતુ એપ્સે કરી છે દુનિયાની મોટી મોટી કંપનીઓ ગૂગલ, ફેસબુક, ટિકટોક, અને વ્હોટ્સએપને પાછળ પાડી દીધા છે. PM મોદી દ્વારા દેશના તમામ નાગરિકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની અપીલ કરી જે દુનિયાની મોટી મોટી ઈન્ટરનેટ કંપનીઓ માટે ઝાટકો સાબિત થઇ. મંગળવારથી જ ગૂગલ પ્લે સ્ટોર પર આરોગ્ય એપ નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે. ઝૂમ ઉપરાંત ફેસબુક, વ્હોટ્સએપ, અને ઈન્સ્ટાગ્રામ જેવી એપને પણ તેની જબરદસ્ત અસર જોવા મળી રહી છે.   આટલી ઝડપથી નંબર વન એપ બની તે પણ એક રેકોર્ડ નોંધાયો છે મોબાઈલ એપ્સ પર કામ કરતી સંસ્થા App Annie ના જણાવ્યા પ્રમાણે માત્ર 15 દિવસની અંદર આરોગ્ય સેતુ નંબર વન એપ બની ગઈ તે ઈન્ટરનેટના ઈતિહાસમાં એક રેકોર્ડ છે. એક એપ્રિલના રોજ લોન્ચ થયેલી આ એપને અત્યાર સુધીમાં કરોડો લોકોએ ડાઉનલોડ કરી છે. ભારતના 82 ટકા યૂઝર્સે તેને 5 સ્ટાર રેટિંગ આપ્યા છે. તેની અસર અમેરિકા અને ચીનની ઇન્ટરનેટ કંપનીઓ પર પણ પડી શકે છે.

જો આપે હજુ સુધી આ એપ્સ ઇન્સ્ટાલ્લ ના કરી હોય તો નીચે આપેલ લિંક પરથી ઇન્સટોલ કરી કોરોના સામે લડવા કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu&hl=en_IN

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70