કોરોના દરમિયાન આપણે આપણા જીવનના અમૂલ્ય ક્ષણો માં શું શીખ્યા તેની ઝાંખી કરાવતી ગઈ..

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 14-4,કોરોના ની વિદાય તો નિશ્ચિત છે કોરોના દરમિયાન આપણે આપણા જીવનના અમૂલ્ય ક્ષણો માં શું શીખ્યા તેની ઝાંખી કરાવતી ગઈ .આમ તો વિપદા મનુષ્યને સમય અનુસાર બોધ આપતી હોય છે
સમગ્ર વિશ્વ કોરોના’ ની આફતમાં છે શું શીખશે તેની ખબર નથી પરંતુ મારા ભારતીય નાગરિકોને ઘણી બાબતોને ઠોકર સાથે સમજણ આપે છે આધુનિકતા તરફ ની દોડ ને કારણે આપણે આપણી મૂળ પરંપરા ભાતીગળ રિવાજો ને ભૂલી પશ્ચિમી દેશોનું આંધળુ અનુકરણ કરતા હતા એ સમયે કોરોના આપણને બ્રેક મારી તે તરફ જતા અટકાવ્યા છે કોરોના ક્યારે અટકશે અને કેટલા લોકો તેમાં તેનો જીવ ગુમાવશે એ હાલમાં અનુમાન કરવું તો થોડું મુશ્કેલ છે પરંતુ કોરોના મારા ભારત દેશમાંથી વિદાય લેશે ત્યારે દરેક ભારતીયોને નવી દિશા અને સાચી અને સચોટ જૂની પદ્ધતિ ઓ આપીને જશે
નંબર 1 આપણી જૂની પરંપરા હતી કે જ્યારે આપણે બહારથી ઘરમાં આવીએ ક્યારે આપણા પગરખા બુટ ચંપલ બહાર ઉતારી પછી જ ઘરમાં પ્રવેશ કરતા અને હાથ-પગ ધોઈ અને ઘરમાં પ્રવેશ કરતા અત્યારે અનેક ઘરોમાં બુટ ચંપલ પહેરીને ફરવું એ સહજ સામાન્ય બની ગયું છે હાલમાં કોરોના એ શું સાચું છે એ જૂની પરંપરા નો ખ્યાલ આપી માણસને સાચી સમજણ અને સાચી દિશા આપી છે
નંબર 2 પશ્ચિમી દેશોનું અનુકરણ કરતા આપણે ફાસ્ટ ફૂડ અને અનેક પ્રકારના ઠંડા પીણાની પીવાની શરૂઆત કરી જરૂરિયાત બનાવી દીધી હતી પરંતુ કોરોના સારવાર કરનાર વિશ્વના તબીબી નિષ્ણાતો હવે કોરોના સામેની લડાઈમાં ઘર નો ખોરાક અને ગરમ પાણી વધુ અસરકારક હોવાનું બતાવી રહ્યા છે
નંબર 3 માણસને જીવન જીવવા માટે બહુ આવશ્યક ચીજવસ્તુઓ અથવા બહુ પૈસાની જરૂર નથી ઓછી આવશ્યક ચીજવસ્તુઓ પડે પણ ઉત્તમ જીવન જીવી શકાય છે એ આપણને લોકડાઉન એ શીખવ્યું કે ખાવાપીવાના ખર્ચ સિવાય આપણે વધારાનો ખર્ચ જરૂરી હોતો નથી. સાપ્તાહિકમાં રજાના દિવસે હોટેલ રેસ્ટોરન્ટ માં ગયા વગર પણ જિંદગી અમૂલ્ય રીતે પસાર કરી શકીએ છીએ
નંબર 4 આજના મનુષ્ય પાસે સમય નથી તેઓ કારણ આપે રાતદિવસ જોયા વગર દોડતા માણસને લોકડાઉન શીખવી ગયું કે આપણી પાસે પોતાના માટે સમય તો હોય છે હું એ ભ્રમ માં જીવું છું કે હું દોડીશ તોજ ચાલશે અત્યારે ભારતીય નાગરિકો લોકડાઉન પરિસ્થિતિમાં ઘરમાં છે સાથે ઘણા દેશોમાં પણ લોકડાઉન છે છતાં દુનિયા તેની ગતિમાં ચાલે છે
નંબર 5 પોતાના સ્વજનો પણ એઠુ
ખાવું પીવું નહીં આપણી ધાર્મિક ટકોર હતી પરંતુ આધુનિકતાની લપેટમાં આવેલો મનુષ્ય એ માન્યતાને ફગાવી દીધી હતી પણ આ સમયે ધાર્મિક ટકોર સાબિત કરી આપ્યું કે કોઈની થયેલી બીમારીનો છે બીજાને લાગે નહીં એ માટે ધાર્મિક ટકોર હતી
નંબર 6 સામાન્ય રીતે કોઈના મૃત્યુબાદ આપણે મૃતકના સંસ્કાર બાદ પોતાના ઘરે પાછા ફરતા ત્યારે ઘરમાં કોઇ સ્પષ્ટ કર્યા વગર આપણે સ્નાન કરી લેતા એ પરંપરાને મનુષ્ય ભૂલી ગયો હતો પરંતુ કોરોના સમયે આ પરંપરા ની સાવચેતી તબીબી નિષ્ણાંતોએ નિષ્ણાંતોએ સાબિત કરી આપ્યું કે મૃત્યુ પ્રસંગે ગયા બાદ સ્નાન કરવું આપના આરોગ્ય માટે ખૂબ હિતાવહ છે સાભાર : (ધારાશાસ્ત્રી દેવ સ્વામી ના જય સ્વામિનારાયણ)

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70